World News/ પાકિસ્તાનની ભારતને વધુ એક પોકળ ધમકી, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું- કોલકાતા પર કરીશું હુમલો

Pakistanના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને વધુ એક વાર પોકળ ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો સંઘર્ષ થશે તો પાકિસ્તાન કોલકાતા સુધી હુમલો કરી શકે છે. વાંચો આ વિવાદાસ્પદ નિવેદન અને ભારતનો જવાબ.

Top Stories World
Pakistan

India-Pakistan Tension 2026: આર્થિક અને આંતરિક સંકટોથી ઘેરાયેલા પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે પોતાની જૂની આદત મુજબ પોકળ ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક જાહેર કાર્યક્રમમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું છે કે, જો બંને દેશો વચ્ચે સંઘર્ષ થશે તો પાકિસ્તાનનો જવાબ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેઓ ભારતના પૂર્વીય મહાનગર કોલકાતા સુધી હુમલો કરી શકે છે.

સિયાલકોટમાં ઓક્યું ઝેર

શનિવારે ( 4 એપ્રિલ 2026) સિયાલકોટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે પાકિસ્તાન (Pakistan)કોઈ પણ પ્રકારના ‘દુઃસાહસ’નો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કોઈ પણ પુરાવા વિના એવો આરોપ પણ લગાવ્યો કે ભારત પાકિસ્તાનને (Pakistan) બદનામ કરવા માટે ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’ (False Flag Operation) આયોજિત કરી રહ્યું છે. પાકિસ્તાની મંત્રીએ ગભરાટમાં એવો પણ દાવો કર્યો કે ભારત આ ઓપરેશનમાં પોતાના જ જવાનોનો ઉપયોગ કરી શકે છે.

રાજનાથ સિંહની ચેતવણીથી ફફડાટ?

ખ્વાજા આસિફનું આ નિવેદન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની તાજેતરની ચેતવણી બાદ આવ્યું છે. રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો કોઈ પણ પડોશી દેશ ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું દુઃસાહસ કરશે, તો ભારત તેનો અભૂતપૂર્વ અને નિર્ણાયક બળ (Decisive Force) સાથે વળતો જવાબ આપશે. ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિથી પાકિસ્તાની નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Pakistan અગાઉ દિલ્હી અને મુંબઈને પણ આપી હતી ધમકી

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની (Pakistan) નેતાઓએ ભારતના મોટા શહેરોને નિશાન બનાવવાની વાત કરી હોય. આ પહેલા પૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિતે પણ ધમકી આપી હતી કે જો તેમના પરમાણુ કાર્યક્રમ પર કોઈ આંચ આવશે તો તેઓ દિલ્હી અને મુંબઈ પર હુમલો કરશે. નિષ્ણાતોના મતે, પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાની નેતાઓ અવારનવાર આવા પાયાવિહોણા નિવેદનો આપતા રહે છે.

ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચેની સ્થિતિ વધુ નાજુક બની છે, અને ખ્વાજા આસિફનું આ નવું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.


આ પણ વાંચો :  ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો, પાયલોટને જીવતો પકડવા જાહેર કર્યું ઈનામ

આ પણ વાંચો :  ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ

આ પણ વાંચો :  પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન