Not Set/ માનવાધિકાર અધિવેશનમાં આ રીતે પાકિસ્તાનને કરાશે પરાસ્ત, જાણો શું કર્યુ આ અધિકારીઓએ

હાલ જિનીવામાં વિશ્વ માનવ અધિકાર કાઉન્સીલની 42મી વાર્ષક સામાન્ય સભા ચાલી રહી છે. સ્વાભાવિક છે કે, કાશ્મીરમાંથી 370 નાબુદ કર્યા પછી, પાકિસ્તાન કાશ્મીર મામલે રાજકારણ કરી – કાશ્મીરમાં આસ્થિરતા લાવી અને આતંકવાદને પોષશી અઢળક વિદેશી નાણું આતંકવાદને ખતમ કરવા માટે અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી ભીખ પેટે ઉધરાવી રહ્યું હતું, તે હાલ કાશ્મીરનાં ભારત સરકારનાં નિર્ણયથી બંઘ […]

Top Stories India
human rights act.jpg1 માનવાધિકાર અધિવેશનમાં આ રીતે પાકિસ્તાનને કરાશે પરાસ્ત, જાણો શું કર્યુ આ અધિકારીઓએ

હાલ જિનીવામાં વિશ્વ માનવ અધિકાર કાઉન્સીલની 42મી વાર્ષક સામાન્ય સભા ચાલી રહી છે. સ્વાભાવિક છે કે, કાશ્મીરમાંથી 370 નાબુદ કર્યા પછી, પાકિસ્તાન કાશ્મીર મામલે રાજકારણ કરી – કાશ્મીરમાં આસ્થિરતા લાવી અને આતંકવાદને પોષશી અઢળક વિદેશી નાણું આતંકવાદને ખતમ કરવા માટે અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી ભીખ પેટે ઉધરાવી રહ્યું હતું, તે હાલ કાશ્મીરનાં ભારત સરકારનાં નિર્ણયથી બંઘ થઇ ગયું હોવાથી પાકિસ્તાનનાં પેટમાં દુખાવો થઇ રહ્યો છે.

ત્યારે  પાકિસ્તાન કાશ્મીર મામલે અને ખાસ કરીને કાશ્મીરમાં માનવ અધિકારનાં ઉલ્લંઘન થય રહ્યા હોવાનાં આક્ષેપો સાથે દુનિયાનાં લગભગ લગભગ દેશો પાસે મદદની ભિખ માગી આવ્યું છે. ઉલ્ટા ચોર, કોટવાલને દંડે કહાવત મુજબ પાકિસ્તાન માનવ અધિકારની આળમાં પોતાનો પાકિસ્તાની આતંક ફેલાવવાનો એજન્ડા ફરી કાશ્મીરમાં અમલી કરાવા માગે છે. પરતું આપને જણાવી દઇએ કે આ મામલે વિશ્વમાં ચીન સીવાઇ કોઇએ પાકિસ્તાનનો સાથ આપ્યો નથી.

human rights act માનવાધિકાર અધિવેશનમાં આ રીતે પાકિસ્તાનને કરાશે પરાસ્ત, જાણો શું કર્યુ આ અધિકારીઓએ

વિશ્વ માનવ અધિકાર કાઉન્સીલની જિનીવા ખાતે ચાલતી સભામાં પાકિસ્તાનનો એક માત્ર એજન્ડા રહ્યો છે અને તે છે ભારતને યેનકેન પ્રકારે બદનામ કરવાનો ત્યારે આ વખતે ભારતે તેમા પણ જતું કરવામાં બિલકુલ રસ ન હોય. તેમ તૈયારીઓ આરંભી દીધી ચે. ભારતનાં સેક્રેટરી એમ.ઇ.એ. વિજય ઠાકુર સિંહ અને પાકિસ્તાનમાં ભૂતપૂર્વ ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા કાશ્મીરમાં માનવ અધિકારના ભંગના પાકિસ્તાનના આક્ષેપોનો સામનો કરવા વિવિધ દેશોના જૂથો અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

તેઓએ કેટલાક દિવસો પહેલા યુએનનાં માનવાધિકાર અધિકારી સંગઠનનાં પ્રમુખ મિશનલ બેચેલેટ સાથે પણ મુલાકાત કરી હતી અને કલમ 370 ના રદ થયા પછી તેને જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન આવતીકાલે જિનેવા ખાતે ચાલી રહેલા  42 માં યુએન માનવાધિકાર અધિવેશનમાં જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે નિવેદનો આપશે. ત્યારે પાકિસ્તનને યુદ્ધ પહેલા જ યુદ્ધ ખેલી કેવી રીતે પરાસ્ત થવાય તે પણ ભારત કાલે શીખવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.