Not Set/ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નહીં આવે, હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર તોડ્યું યુદ્ધ વિરામ 

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કઠુઆ જિલ્લાના હિરાનગર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સેના યોગ્ય જવાબ આપી રહી છે. આ પહેલા સેનાએ બાલાકોટમાં બુધવારે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા 9 જીવંત મોર્ટારનો નાશ કર્યો હતો. અગાઉ પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને રવિવારે રાત્રે બાલાકોટ સેક્ટરમાં મોર્ટાર શેલ […]

Top Stories India
j2 પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નહીં આવે, હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર તોડ્યું યુદ્ધ વિરામ 

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કઠુઆ જિલ્લાના હિરાનગર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સેના યોગ્ય જવાબ આપી રહી છે. આ પહેલા સેનાએ બાલાકોટમાં બુધવારે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા 9 જીવંત મોર્ટારનો નાશ કર્યો હતો.

j1 પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નહીં આવે, હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર તોડ્યું યુદ્ધ વિરામ 

અગાઉ પાકિસ્તાને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને રવિવારે રાત્રે બાલાકોટ સેક્ટરમાં મોર્ટાર શેલ ચલાવ્યાં હતાં. ભારતીય જવાનોએ તેની કડક પ્રતિક્રિયા આપી હતી.2 સપ્ટેમ્બરના રોજ એલઓસી નજીક પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યા બાદ, એક ભારતીય સૈનિક શહીદ થયો હતો. યુદ્ધવિરામ ભંગની આ ઘટના પૂંછ સેક્ટરની છે.

j4 પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નહીં આવે, હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર તોડ્યું યુદ્ધ વિરામ 

સેનાએ શહીદ સૈનિકની ઓળખ ગ્રેનાડીઅર હેમરાજ જાટ (23) તરીકે કરી હતી. યુદ્ધવિરામના ભંગ દરમિયાન, પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર ચલાવ્યો હતો અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું, જેમાં જાટ ગંભીર રીતે ઘવાયા હતા. જાટ રાજસ્થાનના અલવર જિલ્લાનો રહેવાસી હતો અને તેણે 2017 માં સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.