Not Set/ પનામા Vs. ઇંગ્લેન્ડ: કેનની શાનદાર હેટ્રિક સાથે ઇંગ્લેન્ડ 6-1 થી જીત્યું

રશિયા, કેપ્ટન હેરી કેનની ધમાકેદાર હેટ્રિક અને જ્હોન સ્ટોન્સના બે ગોલના કારણે, ઇંગ્લેન્ડે ફિફા વર્લ્ડકપ ગ્રુપ-જી મેચમાં અંતિમ ફાઇનલ-16 માં પ્રવેશવા પનામાને 6-1 થી હરાવવી દીધું છે. ઈંગ્લેન્ડ બે મેચોમાં સતત બીજી જીત છે. ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં હવે છ પોઇન્ટ ધરાવે છે અને તે એક મોટી જીત સાથે વર્લ્ડ કપ આગળના રાઉન્ડ સુધી પહોંચી ગયું […]

Sports
4England top image1 પનામા Vs. ઇંગ્લેન્ડ: કેનની શાનદાર હેટ્રિક સાથે ઇંગ્લેન્ડ 6-1 થી જીત્યું

રશિયા,

કેપ્ટન હેરી કેનની ધમાકેદાર હેટ્રિક અને જ્હોન સ્ટોન્સના બે ગોલના કારણે, ઇંગ્લેન્ડે ફિફા વર્લ્ડકપ ગ્રુપ-જી મેચમાં અંતિમ ફાઇનલ-16 માં પ્રવેશવા પનામાને 6-1 થી હરાવવી દીધું છે. ઈંગ્લેન્ડ બે મેચોમાં સતત બીજી જીત છે. ઇંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં હવે છ પોઇન્ટ ધરાવે છે અને તે એક મોટી જીત સાથે વર્લ્ડ કપ આગળના રાઉન્ડ સુધી પહોંચી ગયું છે.

સ્ટ્રાઈક હેરી કેનની હેટ્રિક્સની મદદે મેચમાં ગત પાનામા વિરુદ્ધ મેચમાં અને હવે તેણે આ વિશ્વ કપમાં પાંચ ગોલ નોંધાવ્યા છે. ઇંગ્લેન્ડના સ્ટાર પ્લેયર હેરી કેન વિશ્વ કપમાં હેટ્રીક કરવા માટે ઇંગ્લેન્ડનો ત્રીજા ખેલાડી બની ગયા છે. તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલસ્કોરર બની ગયા છે. આ વિશ્વ કપમાં હેટ્રીક ફટકારનાર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી બીજા ખેલાડી બની ગયા છે.

ઇંગ્લેન્ડ શરૂઆતથી મેચમાં તેમનો દબદબો જાળવી રાખ્યો હતો અને પનામાને બેકફૂટમાં રાખવામાં સફળ થાય હતું. આઠમા મિનિટમાં ઇંગ્લેન્ડનાં ભાગમાં કોર્નર આવ્યો હતો, જેમાં ઈંગ્લેન્ડને સ્ટોન્સએ હેડર લગાવી ગોલ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ ગોલ બનાવી આપ્યો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડે સ્કોરનો ઢગલો કર્યો હતો.

માન્ચેસ્ટર સિટી માટે રમતા સ્ટોન્સનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ છે. મેચના 10 મા મિનિટમાં પનામાના અરમાન્ડો કૂપરને યલ્લો કાર્ડ મળ્યું હતું  જે તેના ટુર્નામેન્ટમાં બીજુ યલ્લો કાર્ડ હતો આથી હવે તે પાનામાના આગામી ટ્યુનિશિયા સામેના ત્રીજા મેચમાં પનામા માટે નહીં રમી શકે.

ઈંગ્લેન્ડ સતત પનામાના ડીફેન્સ પર હુમલો કરી રહ્યો હતો તે દરમિયાન 20 મી મિનિટે પનામાના ખેલાડી ફિડલ ઇસ્કોબારે  બોક્સ અંદર જેમ જ લીંગાર્ડને પછાડ્યો ત્યારે રેફરીએ તેને તરત જ ઇંગ્લેન્ડની ટીમને પેનલ્ટી આપી દીધી હતી. 22 મી મિનિટે કેપ્ટન હેરી કેનએ ઇંગ્લેન્ડની તરફથી આ પેનાલ્તીને ગોલમાં બદલી નાખી હતી. અને આ સાથે ઇંગ્લેન્ડનો બીજો ગોલ થયો હતો.

કેન વિશ્વ કપમાં ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બન્યો છે, જેણે ઇંગ્લેન્ડ માટે વિશ્વકપમાં ત્રણ અથવા ત્રણથી વધુ ગોલ નોંધાવ્યા છે. અગાઉ, રોજર હંટે 1986 માં ઇંગ્લેન્ડમાં ત્રણ કે તેથી વધારે ગોલ કર્યા હતા અને 1986 માં ગેરી લિનકરે આ પ્રસિદ્ધિ મેળવી હતી.

36મી મિનિટમાં  લિંગાર્ડે સ્ટેરલિંગથી મળેલી બોલને નેટમાં ફટકારી દીધો હતો. ઇંગ્લેન્ડને 3-0 થી ગોલ બનાવી દીધા હતા. સતત આક્રમણ અને જુનુન સાથે સ્ટોન્સએ કિરાન ટ્રીપરથી મળેલી ફ્રિ કિકને હેડર લગાવી ગોલ ફટકાર્યો હતો. આ બાદ હાફ ટાઈમના ઇન્જુરી ટાઇમમાં હેરી કેને ટીમનો ચોથો અને પોતાનો બીજો ગોલ ફટકાર્યો હતો. આમ ટીમના કુલ ગોલ પાંચ થઇ ગયા હતા.

હાફ ટાઈમ બાદ 62 મી મીનીટે હેરી કેને પોતાનો વધુ એક ગોલ નોંધાવી પોતાની હેટ્રિક પૂરી કરી હતી અને આવી રીતે ટીમના કુલ છ ગોલ થઇ ગયા હતા. આમ ઇંગ્લેન્ડે 6-0 સાથે પાનામા સામે પોતાની વિજય નોંધાવી હતી.