Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાના કોંગ્રેસ સરકારના ખેલો સામે પંચમહાલ ભા.જ.પ.પણ લાલઘૂમ..!!

પંચમહાલ જિલ્લામાં આજરોજ સત્તાધારી ભા.જ.પ. દ્વારા પંજાબ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી દઈને સુરક્ષાઓ સાથે ચેડાં કરતા આજે દરેક તાલુકા મથકોએ વડાપ્રધાનના દીર્ઘઆયુષ્ય માટે મહામૃત્યુંજય જપ કર્યો

Gujarat
11 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાના કોંગ્રેસ સરકારના ખેલો સામે પંચમહાલ ભા.જ.પ.પણ લાલઘૂમ..!!

પંચમહાલ જિલ્લામાં આજરોજ સત્તાધારી ભા.જ.પ. દ્વારા પંજાબ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી દઈને સુરક્ષાઓ સાથે ચેડાં કરનાર પંજાબ કોંગ્રેસના રાજનૈતિક વિરોધમાં સત્તાધારી ભા.જ.પ.દ્વારા આજરોજ દરેક તાલુકા મથકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘઆયુષ્ય માટે મહામૃત્યુંજય જપના ઉચ્ચારણો સાથે નરેન્દ્ર મોદી સુરક્ષિત અને સલામત રહે આ માટે ની લાગણીઓ વ્યક્ત કરતા ભા.જ.પ.સમૂહ દ્વારા કરવામાં આવેલા દેખાવોમાં પંજાબ કોંગ્રેસ સરકારની કૂટરાજનીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમ્યાન પંજાબ ખાતેના હુસૈનીવાલામાં તેમના કાફલા આગળ કેટલાક દેખાવકારોએ અવરોધ સર્જી કાફલો રોકવાની ઘટના બનવા પામતાં સમગ્ર દેશમાં રાજકીય ક્ષેત્રે ભારે હડકંપ સાથે ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ પંજાબની કોંગ્રેસ સરકાર સહિત દેશની કોંગ્રેસ પર આકરા આક્ષેપો કરી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજયા છે.

જેમાં હાલોલ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પંજાબ ખાતે થયેલ ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટીમાં ભારે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે જેમાં હાલોલ ભાજપાએ ” ભારત સ્ટેન્ડ વિથ મોદીજી” અને ” મોદીજી જીયો હજારો સાલ” ના સૂત્ર હેઠળ ગુરુવારે નગરના કંજરી રોડ ખાતે ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના નગર સહિત તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ પદાધિકારીઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજી એકી સૂરે આ નિંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

દેશના ઇતિહાસમાં પહેલીવાર બનેલી આ ઘટના કોંગ્રેસની નિમ્નકક્ષાની માનસિકતા દર્શાવે છે જેમાં કોંગ્રેસને આગામી ચૂંટણીમાં પોતાની કારમી હાર દેખાઈ ચૂકી છે એટલે જ વિકાસના માર્ગમાં રોડાં નાખી રહી છે તેવા આક્ષેપો કરી કોંગ્રેસ, રાહુલ ગાંધી,સોનિયા ગાંધીની હાય હાય ના સૂત્રો પોકારી નરેન્દ્ર મોદી સુરક્ષિત બની રહે ના પ્લેકાર્ડ બતાવી પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બનેલ ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.