લ્યો બોલો!/ નહી જીવવા દે…! હવે તો પરોઠા ખાવા પણ મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 ટકા GST

તેમની કંપની 8 પ્રકારના ફ્રોઝન પરાઠા બનાવે છે જેમાં મલબાર પરાઠા, મિક્સ પરાઠા, વેજ પરાઠા, ડુંગળીના પરાઠા, સાદા પરાઠા, આલૂ પરાઠા, લચ્છા પરાઠાનો સમાવેશ થાય છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ થાય છે. અરજદારે દલીલ કરી હતી…

Top Stories India Business
Paratha 18% GST

Paratha 18% GST: દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીથી લોકો હેરાન છે. તો બીજી તરફ GSTના કારણે ખાણી-પીણી સહિતની રોજીંદી વપરાશની વસ્તુઓ મોંઘી થવા લાગી છે. આ દરમિયાન પરાઠા પર GST લાદવામાં આવતા હોબાળો મચ્યો છે. તમને જણાવી દઈએ કે પેક્ડ અને અનપેક્ડ વસ્તુઓ પર GST લગાવવાને લઈને પહેલાથી જ હંગામો થયો છે. ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) એ તૈયાર-ટુ-કુક એટલે કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST વસૂલવાના નિર્ણયને મંજૂરી આપી છે. સાથે જ રોટલી પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણય અરજદાર અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. અહીં પરાઠાના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે કે રોટલી કરતાં પરાઠા પર GST વધુ ન લગાવવો જોઈએ કારણ કે બંને ઘઉંના લોટમાંથી બને છે. તેમનું કહેવું છે કે બંને પર સમાન રીતે ટેક્સ લાગવો જોઈએ.

અરજદારે કહ્યું કે તેમની કંપની 8 પ્રકારના ફ્રોઝન પરાઠા બનાવે છે જેમાં મલબાર પરાઠા, મિક્સ પરાઠા, વેજ પરાઠા, ડુંગળીના પરાઠા, સાદા પરાઠા, આલૂ પરાઠા, લચ્છા પરાઠાનો સમાવેશ થાય છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ થાય છે. અરજદારે દલીલ કરી હતી કે તે રોટલીની શ્રેણીમાં આવે છે કારણ કે તેમાં માત્ર લોટ, તેલ, શાકભાજીનો જ કાચા માલ તરીકે ઉપયોગ થાય છે અને તેઓ આવા પરાઠા વેચે છે જેને લોકો પોતાના ઘરે લઈ જઈને ગરમ કર્યા પછી ખાઈ શકે છે. અહીં કોઈ SGST કે CGST ન હોવો જોઈએ. તેના પર ગુજરાત GST ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટૂ ઈટ હોય છે, જ્યારે કંપનીના પરાઠા ફ્રોઝન એટલે કે રેડી ટૂ કૂક હોય છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા અને રોટલી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી વગર રોટલી ખાઈ શકો છો, પરંતુ તેના વગર પરાઠા બનતા નથી, કારણ કે ઘી કે બટર પરાઠા લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકા ટેક્સ વસૂલવો વ્યાજબી છે.

આ પણ વાંચો: Ahmedabad Metro/ સાણંદ, કડી, કલોલને પણ અમદાવાદ મેટ્રો સાથે જોડવાનું ભાવિ આયોજન