madhyapradesh/ ગ્વાલિયર સ્ટેશન પર ત્રણ બાળકોને તરછોડીને માતાપિતા ગાયબ

બે બાળકીઓ અને નવજાત શીશુ નધણિયાત હાલતમાં મળ્યા

Top Stories India
Beginners guide to 2024 05 12T191837.456 ગ્વાલિયર સ્ટેશન પર ત્રણ બાળકોને તરછોડીને માતાપિતા ગાયબ

Madhyapradesh News : મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર ત્રણ માસુમ બાળકોલાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતાપિતા તામને સ્ટેશન પર છોડીને ગાયબ થઈ ગયા હતા.

બનાવની વિગત મુજબ ગ્વાલિયર સ્ટેસનના પ્લેટફોર્મ નંબર 1 પથી પોલીસને છ થી સાત વર્ષની બે બાળકી તથા એક નવજાત શીશુ લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. નવજાત શીશુની હાલત ઠીક ન હોવાથી તેને સારવાર અર્થે કમલા રાજે હોસ્પિટલ લઈ જવાયું હતું.

આરપીએફ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ કેટલાક પ્રવાસીઓ અને રિક્ષાચાલકો દ્વારા તેમને બે બાળકીઓ અને નવજાત શીશુ અંગે માહિતી મળી હતી. બાળકીઓએ પોલીસને કહ્યું હતું કે તે તેમના માતાપિતા સાથે ધૌલપુરથી અહીં આવ્યા હતા. માતાપિતા ક્યાં ગયા તેની તેમને ખબર ન હતી. બાળકીઓને બાલિકાગૃહમાં મોકલી આપવામાં આવી છે. જ્યારે નવજાત શીશુને હોસ્પિટલ દાખલ કરાયું છે. આ અંગે પોલીસ બાળકોના માતાપિતાની શોધ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેચ દરમિયાન પ્રેક્ષકો વચ્ચેથી ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ધરપકડ

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ધો.10નું 74.57 ટકા પરિણામ