Not Set/ નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો, મોટી દુર્ઘટના ટળી

શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આવેલા હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર એક પેસેન્જર ઇએમયુ ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, શકુર બસ્તી-હઝરત નિઝામુદ્દીન ઇએમયુનો એક કોચ સવારનાં સમયે હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલા ટ્રેક પરથી આચાનક ઉતરી ગયો હતો. ઉત્તર રેલ્વેના પ્રવક્તા દીપક કુમારે […]

India
unnamed નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો, મોટી દુર્ઘટના ટળી

શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આવેલા હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર એક પેસેન્જર ઇએમયુ ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, શકુર બસ્તી-હઝરત નિઝામુદ્દીન ઇએમયુનો એક કોચ સવારનાં સમયે હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલા ટ્રેક પરથી આચાનક ઉતરી ગયો હતો.

ઉત્તર રેલ્વેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું કે ગાડી સ્ટેશન પર હતી ત્યારે આ બનાવ બન્યો હોવાથી કોઈ પણ મુસાફરોને ઇજા પહોંચી નથી. ઘટના બાદ સ્ટેશન પર રેલ્વે પરિવહન થોડા સમય માટે વિક્ષેપિત બન્યું હતું. કુમારે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ હકીકતોને ધ્યનમાં રાખી આ મામલે તપાસ કરી રહ્યા છે.

દેશમા જ્યારે માસ્ક હુમલાઓની આશંકા સેવઇ રહી છે ત્યારે આવી દુર્ઘટના તલ સ્પર્શી તપાસ માગીલે છે. અને આ ખરેખર અકસ્માત છે કે, કોઇની મેલી મુરાદ છે તેના પર તંત્ર શોધ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.