Not Set/ મુખ્યમંત્રીએ કહ્યું ખાતા ભ્રષ્ટ છે તો મહેસુલ શાખામા કલેકટરનો પણ સમાવેશ થાય છે: હાર્દિક પટેલ

રાજકોટ, રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ઇશ્વરીયા ગામની ગૌચરની જમીન જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ટ્રસ્ટને ફાળવી દેવતા ગ્રામજનો રોષે ભરાયાં હતા. જેને લઈને ઇશ્વરીયા ગામના સરપંચ અને 200 જેટલા ગ્રામજનો ધરણા પર બેઠા હતા. હાર્દિક પટેલે કહ્યું કે, ગાયને માતા કહેવાય પરંતુ તેની જમીન આપી દેવામાં આવે છે. ગામના સરપંચને કલેક્ટરના પાવર સાથે સત્તા પર […]

Gujarat Others Videos
mantavya 269 મુખ્યમંત્રીએ કહ્યું ખાતા ભ્રષ્ટ છે તો મહેસુલ શાખામા કલેકટરનો પણ સમાવેશ થાય છે: હાર્દિક પટેલ

રાજકોટ,

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ઇશ્વરીયા ગામની ગૌચરની જમીન જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ટ્રસ્ટને ફાળવી દેવતા ગ્રામજનો રોષે ભરાયાં હતા. જેને લઈને ઇશ્વરીયા ગામના સરપંચ અને 200 જેટલા ગ્રામજનો ધરણા પર બેઠા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે, ગાયને માતા કહેવાય પરંતુ તેની જમીન આપી દેવામાં આવે છે. ગામના સરપંચને કલેક્ટરના પાવર સાથે સત્તા પર બેસાડવામાં આવ્યો છે. છતાં કોઈ જ ઠરાવ કરી કે મંજૂરી વગર લીધા વગર ગૌચરની જમીન ભાજપના એક ટ્રસ્ટને આપી દેવામાં આવી તે ખૂબ દુઃખની વાત છે.

અહીં આજુબાજુ કોલેજો છે. આથી ભાજપના લોકોએ અત્યારથી પોતાનો વિકાસ કરવાની તૈયાર કરી લીધી છે. પ્રશાંતભાઈ અને વિજયભાઈ રૂપાણી ભત્રીજા સાથે મળીને આ કરી રહ્યા છે.

એક વ્યક્તિથી કંઈ ન થાય. આ ઘટનામાં મામલતદાર, કલેક્ટર અને બીજેપીના નેતાઓ પણ સામેલ છે. ગામના લોકોને જરૂર પડશે ત્યાં સુધી હું તેમની સાથે રહીશ.

ઈન્દ્રનિલ રાજ્યગુરુએ રુપાણી સરકાર ઉપર ઈશ્વરિયા ગામની જમીન મામલે પ્રહાર કર્યા છે.તેમણે કહ્યું છે કે,સંવેદનશીલ સરકારનું નામ આપીને ઈશ્વરિયા ગામની પચાસથી સાઈઠ વીધા જમીન રુપાણી કુટુંબના સભ્ય સહિત ભાજપના સભ્યો ટ્રસ્ટીઓ છે તક્ષશિલા કોલેજ બનાવવા માટે આપી છે.ગામના લોકોને કોલેજ નથી બનાવવી છતાં કેમ આવું કરે છે.સંવેદનશીલ મુખ્યમંત્રી રુપાણી ઉપવાસ પર બેઠા છે ત્યારે તેમને મળવા તેઓ કેમ આવ્યા નથી.