Patidar/ ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી – નરેશ પટેલ

વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાઘામ ઉંઝા ખાતે કડવા અને લેઉવા પટેલ સમાજનું સમેલન યોજાયું. દીપપ્રાગટ્ય દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ સંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકીય નેતાઓ પણ આ હાજર રહ્યા હતા.

Gujarat Mantavya Exclusive Mantavya Vishesh
nitin faldu.jpg5 ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી - નરેશ પટેલ

વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાઘામ ઉંઝા ખાતે કડવા અને લેઉવા પટેલ સમાજનું સમેલન યોજાયું. દીપપ્રાગટ્ય દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ સંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકીય નેતાઓ પણ આ હાજર રહ્યા હતા. બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ઊંઝા ઉમિયા ધામના ચેરમેન મણી દાદા તેમજ અન્ય પાટીદાર સંસ્થાઓનાં મોભીઓ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રેનાં નામાંકીતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

naresh patel1 ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી - નરેશ પટેલ

પોતાનાં પ્રાસંગીક પ્રવચનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પહેલી વખત માઁ ઉમિયાના દર્શનનો લહાવો મળ્યો હોવાનું કહી ધન્યતાની અનુભતી થઇ હોવાનુ વ્યક્ત કરવામાં આવ્યું. નરેશ પટેલે કહ્યું આ અનંદ અને ઉમંગને શબ્દમાં વર્ણવી ન શકાય. વધુમાં કહ્યું કે, પોતે કડવા પાટીદાર સમાજને તેમના કાર્યમાટે લાખ લાખ વંદન કરે છે.

naresh patel.jpg2 ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી - નરેશ પટેલ

પાટીદાર સમાજ ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ છે તેવુ જણાવતા નરેશ પટેલે ઉમેર્યુ કે પાટીદાર સ્વય એક શક્તિ છે અને પાટીદારોને શક્તિ પ્રદર્શનની કોઇ જરુર જ નથી. પાટીદાર સમાજ દેશની  જીડીપી વધારી શકે તેવી શક્તિ છે. આજે વેપાર, ઉદ્યોગથી લઈ તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓનો દબદબો છે.

naresh patel1 ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી - નરેશ પટેલ

પોતાના નિવેદનમાં નરેશ પટેલે પાટીદાર પાવરની વાત સાથે સાથે સમાજનાં હળવા હાથે કાન પણ મરડ્યા અને ટાંક્યુ કે, પાટીદારો હજુ મહદ અંશે સંગઠિત થયા છે. પાટીદારોમાં હજુ પણ ટાટિયા ખેંચ ચાલી રહી છે. પાટીદારોમાં સંગઠનથી વિશેષ પણ કંઈક ઘટે છે. સરકારી નોકરી અને રાજકીય રીતે હજુ પણ પાટીદારની નોંધ લેવાતી નથી. ક્લાર્કથી કલેકટર અને સરકાર થી સાંસદ સુધી પાટીદાર યુવાન બેસવા જોઈએ. પાટીદાર સમાજનાં યુવાનો હવે બહાર આવે અને પાટીદાર યુવાનો સમાજને આગળ લાવે. પાટીદારો મળતા રહેશે, તો સંગઠનની ગાંઠ વધુ મજબૂત થશે.

patidar 1 ગુજરાતનાં અર્થતંત્રનું કરોડરજ્જુ સમા પાટીદાર સ્વયંમ એક શક્તિ, તેને શક્તિ પ્રદર્શનની જરુર નથી - નરેશ પટેલ

તેમણે એ પણ કહ્યું કે પાટીદાર સમાજ એક નવા પરિવર્તન તરફ જઈ રહ્યો છે. પાટીદારમાં રાજકીય સમજણનો અભાવ ક્યાંક અને ક્યારેક દેખાય છે. અન્ય સમાજ કરતા પાટીદારો એકબીજાને વધુ નુકસાન કરે છે.  તેમણે કહ્યું કે, હવે ભૂલોને સુધારી આગળ વધીશું. નોકરી, લગ્ન, આંતરજ્ઞાતિય લગ્નો જેવી સમસ્યાઓ દૂર કરવી છે અને પાટીદારોમાં હવે સ્વાસ્થ્ય, રાજગીરી, ખેતી અને રાજકીય લક્ષી ચર્ચા થવી જોઇએ.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…