PCOS/ મહિલાઓમાં PCOS ની સમસ્યા, કયા લક્ષણોથી મહિલાઓને ખતરો છે? નિવારણ જાણો

પીસીઓએસ એ મહિલાઓની જીવનશૈલી સાથે સંબંધિત સમસ્યા છે જે શારીરિક અને માનસિક બંને રીતે અસર કરે છે

Top Stories Lifestyle
Mantavyanews 41 2 મહિલાઓમાં PCOS ની સમસ્યા, કયા લક્ષણોથી મહિલાઓને ખતરો છે? નિવારણ જાણો

પીસીઓએસ એ મહિલાઓની જીવનશૈલી સાથે સંબંધિત સમસ્યા છે જે શારીરિક અને માનસિક બંને રીતે અસર કરે છે. તો ચાલો જાણીએ આ રોગ વિશે અને આપણે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકીએ.

સ્ત્રીઓમાં પીસીઓએસ પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ એટલેકે પ્રજનન વયની સ્ત્રીઓમાં જોવા મળતો સામાન્ય હોર્મોનલ ડિસઓર્ડર જે સ્ત્રીઓમાં એક સામાન્ય રોગ બની ગયો છે. 18 થી 35 વર્ષની મહિલાઓ આનો વધુ શિકાર બની રહી છે. અનિયમિત પીરિયડ્સ એ PCOS નું સામાન્ય લક્ષણ છે. પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ એ મહિલાઓના અંડાશયને લગતો એક ગંભીર રોગ છે અને હાલમાં તેનાથી પીડિત મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

10 Signs You May Have Polycystic Ovary Syndrome

પીસીઓએસના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોનલ સંતુલન કોરવાઈ જાય છે,જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. સ્ત્રીઓના શરીરમાં સ્ત્રી હોર્મોનને બદલે પુરુષ હોર્મોન નું સ્તર વધુ વધવા લાગે છે. પીસીઓએસના કારણે,અંડાશયમાં ઘણા સિસ્ટમ બનવાનું શરૂ થાય છે.ધીમે ધીમે આ ગઠ્ઠો મોટા થવા લાગે છે અને પછી તે ઓવ્યુલેશનની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે.

સોમાંથી 70 ટકા મહિલાઓને સતાવે છે આ સમસ્યાઃ સર્વે - મુંબઈ સમાચાર

ઓવ્યુલેશન પ્રક્રિયાની ગેરહાજરીને કારણે, પીસીઓએસ થી પીડિત સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાની શક્યતા ઓછી હોય છે. પીસીઓએસ હોવાને કારણે મહિલાઓને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પીસીઓએસએ મુખ્યત્વે પિરિયડ સંબંધિત સમસ્યા છે,જે અસાધારણ અથવા લાંબા સમય સુધી પિરિયડ્સમાં પરિણમી શકે છે.

પોલિસિસ્ટિક અંડાશયના સિન્ડ્રોમના લક્ષણો

અનિયમિત સમયગાળો

રક્ત પ્રવાહમાં વધારો

અનિચ્છનીય વાળ વૃદ્ધિ

પિમ્પલ્સ

વજન વધવું

માથાનો દુખાવો

વર્તન ફેરફાર

અનિદ્રા

PCOS નિવારણ

વજન ગુમાવી

કસરત કરો

સવાર સવાર માં સુસ્તી ને દૂર કરી ને શરીર માં બ્લડ નો ફ્લો વધારે છે આ 4 યોગાસનો – ફક્તગુજરાતી

આહારમાં ફેરફાર

PCOS સારવાર

હાલમાં, PCOS માટે કોઈ ઈલાજ શોધાયો નથી. જો કે, તેના લક્ષણોને ઉપાયો દ્વારા અમુક અંશે સુધારી શકાય છે પરંતુ તેનો કાયમી ઈલાજ થઈ શકતો નથી. જો તમને પીસીઓએસની સમસ્યા હોય તો તંદુરસ્ત ખોરાક ખાવાનો પ્રયત્ન કરો અને દરરોજ કસરત કરો.

આ પણ વાંચો :સાવધાન/‘સ્ક્રબ ટાઈફસ’થી દેશમાં 15 લોકોના મોત, શું છે તેના લક્ષણો અને કેવી રીતે બચવું?

આ પણ વાંચો :Do Not Ignore/જો દાંતમાં થઇ રહી છે આ સમસ્યા, તો બિલકુલ ન કરો ઇગ્નોર હોઈ શકે છે  કેન્સર

આ પણ વાંચો :Constipation/જો તમારું પેટ સાફ નથી તો ભોજન કર્યા પછી કરો આ કામ, સવારે ટોયલેટ દ્વારા બધી ગંદકી નીકળી જશે.