Not Set/ કાશ્મીરમાં આંતક ફેલાવવા માટે વહીદ પારાએ હુર્રિયતને આપ્યા હતા 5 કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ખુલાસો

એનઆઈએની ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શક્યતાઓ એવી છે કે પારાએ પીડીપી વતી હુર્રિયતને પૈસા આપ્યા હતા જેથી ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ અટકે નહીં

Top Stories India
Untitled design 55 696x392 1 કાશ્મીરમાં આંતક ફેલાવવા માટે વહીદ પારાએ હુર્રિયતને આપ્યા હતા 5 કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ખુલાસો

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના નેતા વહીદ-ઉર-રેહમાન પારાએ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા હુર્રિયત કોન્ફરન્સને 5 કરોડ આપ્યા હતા. પૈસા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ આપવામાં આવ્યા હતા. સોમવારે આ કેસમાં એનઆઈએએ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

એનઆઈએની ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શક્યતાઓ એવી છે કે પારાએ પીડીપી વતી હુર્રિયતને પૈસા આપ્યા હતા જેથી ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ અટકે નહીં. પારાની અનેક રાઉન્ડની પૂછપરછ બાદ એનઆઈએએ ગયા વર્ષે 25 નવેમ્બરે ધરપકડ કરી હતી.

જોકે, પીડીપીના પ્રવક્તા નજમુ સાકિબે પરા સામે લગાવેલા આક્ષેપોને કાશ્મીરનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સાકિબે કહ્યું, “અમારું માનવું છે કે આ આક્ષેપો તદ્દન ખોટા છે તેથી કોઈ પણ રીતે તે સાબિત થશે નહીં અને આખરે વહીદને ન્યાય મળશે.”

આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં પારાની ભૂમિકાને દર્શાવતી ચાર્જશીટ અનુસાર, “બુરહાન વાનીના મૃત્યુ પછી, 2016માં, પારાએ કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓ ચાલુ રાખવા માટે અલ્તાફ અહેમદ શાહને 5 કરોડ ચૂકવ્યા હતા”. અલ્તાફ અહેમદ શાહ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ છે. જુલાઈ, 2017 ના જમ્મુ-કાશ્મીર ટેરર ​​ફંડિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

એનઆઈએ અનુસાર, અલ્તાફ અને પારા એક બીજાની નજીક હતા અને વાનીના એન્કાઉન્ટર બાદ ખીણમાં ચાલી રહેલી હિંસા દરમિયાન બંને સંપર્કમાં હતા.