Valentine Day 2022/ આ મોડલ સાથે ડેટ પર જવા માટે લોકો પાણીની જેમ વહાવી રહ્યા છે પૈસા, લાખોમાં લાગી રહી છે બોલી  

આ વેલેન્ટાઈન ડે પર, ઘણા લોકો મોડેલ સાથે ડેટ પર જવા માટે ઉત્સુક છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે લોકો તેમના માટે પાણીની જેમ પૈસા વહેવડાવવા તૈયાર છે.

Tips & Tricks Lifestyle
મોડલ

વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. તમામની નજર 14 ફેબ્રુઆરી પર ટકેલી છે. કારણ કે, આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જીવનસાથી સાથે દિલની વાત કરે છે. ઘણા લોકોને આમાં સફળતા પણ મળે છે, જ્યારે ઘણાના સપના અધૂરા રહી જાય છે. પરંતુ, આ વેલેન્ટાઈન ડે પર, ઘણા લોકો મોડલ સાથે ડેટ પર જવા માટે ઉત્સુક છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે લોકો તેમના માટે પાણીની જેમ પૈસા વહેવડાવવા તૈયાર છે. એટલું જ નહીં મોડલ સાથે ડેટ પર જવા માટે 45 લાખ રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવી છે. તો ચાલો જાણીએ આ મોડલ વિશે…

આ પણ વાંચો :આ છે દુનિયાની સૌથી 5 મોંઘી ચોકલેટ, લાખો-કરોડોમાં છે કિંમત

અંગ્રેજી વેબસાઈટ મિરર અનુસાર, આ 27 વર્ષની મોડલનું નામ એલિઝાબેથ મેરી શેવેલિયર છે. એલિઝાબેથ મેરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવા માટે મોડલે ખૂબ જ અનોખી રીત અપનાવી છે. તેણે ઈરોટિક સાઈટ OnlyFans પર લોકોને વેલેન્ટાઈન ડે પર તેની સાથે ડેટ પર જવા માટે બોલી લાગવા કહ્યું છે. મોડલે આ વાતની જાહેરાત કરતાની સાથે જ લોકો તેના પર પૈસા ઉડાડવા લાગ્યા અને ગિફ્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

ઓફર મુજબ, તે તેની સાથે ડેટ પર જનાર વ્યક્તિ સાથે દારૂ પીશે અને ખાશે. અત્યાર સુધીમાં એલિઝાબેથને સાડા સાત લાખથી લઈને 45 લાખ સુધીની ઓફર મળી છે. એટલું જ નહીં કેટલાક લોકોએ લગ્ન માટે પ્રસ્તાવ પણ મોકલ્યા છે. કેટલાક કહે છે કે શું તમને લગ્ન કરવામાં રસ છે. જો કે મોડલે અત્યાર સુધી લગ્ન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. નોંધનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર તેને 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. એલિઝાબેથ મેરી કેલિફોર્નિયામાં રહે છે અને વારંવાર ડેટ પર જવા માટે પુરુષો તરફથી રિક્વેસ્ટ મળી રહી છે.

આ પણ વાંચો :કલેટ અને ડાર્ક ચોકલેટ વચ્ચે છે આ તફાવત, જાણો કઈ વધુ સારી

આ પણ વાંચો : પત્નીનો સ્વભાવ ચિડીયો છે ? તો આ રીતે હેન્ડલ કરો..

આ પણ વાંચો :હાર્ટ એટેક  કે બીપીની સમસ્યા નહીં કરે હેરાન, શાકાહારી ફૂડના આ છે ફાયદા

આ પણ વાંચો : જો તમે વારંવાર હેડકીથી પરેશાન છો, તો આ ઉપાયો અપનાવો.