Not Set/ USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ શુક્રવારે ફાઇઝર-બાયોએનટેકની Covid-19 વેક્સીનનાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એજન્સીનાં મુખ્ય વૈજ્ઞાનિકે ફાઇઝરની એક્ઝિક્યુટીવને એક પત્રમાં લખ્યું છે કે, “Covid-19 ની રોકથામ માટે ફાઈઝર-બાયોએનટેકની Covid-19 રસીનાં ઇમરજન્સી ઉપયોગને હું મંજૂરી આપું છું.” એવું કહેવામાં આવી રહ્યું છે કે, વેક્સીનનાં સલાહકાર જૂથે 17-4 મતો દ્વારા નિર્ણય કર્યો છે […]

Top Stories World
corona 199 USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ શુક્રવારે ફાઇઝર-બાયોએનટેકની Covid-19 વેક્સીનનાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એજન્સીનાં મુખ્ય વૈજ્ઞાનિકે ફાઇઝરની એક્ઝિક્યુટીવને એક પત્રમાં લખ્યું છે કે, “Covid-19 ની રોકથામ માટે ફાઈઝર-બાયોએનટેકની Covid-19 રસીનાં ઇમરજન્સી ઉપયોગને હું મંજૂરી આપું છું.” એવું કહેવામાં આવી રહ્યું છે કે, વેક્સીનનાં સલાહકાર જૂથે 17-4 મતો દ્વારા નિર્ણય કર્યો છે કે તેનો શોટ 16 વર્ષ અને તેથી વધુ લોકો માટે સલામત છે.
ફાઈઝર દાવો કરે છે કે, તે તેની રસી પર 95 ટકાથી વધુ અસરકારક છે. કંપનીની રસી સંશોધન ટીમનાં વડા કેથરિન જોહ્ન્સનને ઐતિહાસિક સાયન્સ અદાલતની સ્ટાઇલ બેઠકમાં અમેરિકન નિયમનકારોને જણાવ્યું હતું કે તેમને 40,000 થી વધુ લોકોમાં સાનુકૂળ સલામતી મળી છે. આ બેઠકમાં, રસી વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાં કિશોરાવસ્થામાં રસીની અસરકારકતા સાથે સંબંધિત હતા. હવે 17 ડિસેમ્બરે મોડર્ના અને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓની રસીકરણ અંગે બીજી બેઠક પણ યોજાઈ રહી છે. મોડર્નાએ અમેરિકાને તેની Covid-19 રસીનાં વધારાનાં 100 મિલિયન ડોઝ ખરીદવા પણ કહ્યું છે.

કંપનીનું કહેવું છે કે, તેની રસી કોરોના વાયરસ સામે ખૂબ અસરકારક છે. એવું માનવામાં આવે છે કે, મોડર્નાની રસીની પણ મંજૂરી આપવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ, લશ્કરી અને પોલીસ જવાનોને આ રસી પ્રથમ આપવામાં આવશે. કંપનીનાં સીઇઓ સ્ટીફન બેંસેલે જણાવ્યું છે કે, જો પ્રક્રિયા સરળતાથી ચાલે અને મંજૂરી મળી જાય તો રસી 21 ડિસેમ્બર સુધીમાં બજારમાં રજૂ કરી શકાશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેણે ટ્રાયલ સમયે તમામ માપદંડોનું પાલન કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

બોલિવૂડને લાગ્યો વધુ એક ઝટકો, વિદ્યા બાલન સાથે કામ કરી ચુકેલી કલાકારનું થયુ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો