Gujarat/ ધાંગધ્રામાં PGVCL દ્વારા 4500 ગ્રાહક પાસે 1.75 કરોડ રૂપિયાની કડક ઉઘરાણી કરાઈ શરુ

ધ્રાંગધ્રા પીજીવીસીએલની વીજ બીલના બે વર્ષથી રૂ. 1.75 કરોડની બાકી રકમની ઉઘરાણી કડક કરી 4500 જેટલા બાકીદારોને તાકીદ કરી વીજબીલની રકમ ભરપાઈ કરવાનુ જણાવવામાં આવ્યુ હતુ…

Gujarat Others
નલિયા 55 ધાંગધ્રામાં PGVCL દ્વારા 4500 ગ્રાહક પાસે 1.75 કરોડ રૂપિયાની કડક ઉઘરાણી કરાઈ શરુ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

ધ્રાંગધ્રા પીજીવીસીએલની વીજ બીલના બે વર્ષથી રૂ. 1.75 કરોડની બાકી રકમની ઉઘરાણી કડક કરી 4500 જેટલા બાકીદારોને તાકીદ કરી વીજબીલની રકમ ભરપાઈ કરવાનુ જણાવવામાં આવ્યુ હતુ. અને જરૂર પડયે બાકી રકમ નહી ભરનારનુ વીજ કનેકશન કાપી નાંખવાની ચીમકી અપાતા ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની ખેતી, ઘરવપરાશ અને ઈન્ડસ્ટ્રીઝના વીજબીલની 2 વર્ષથી રૂ. 1.75 કરોડની બાકી રકમ હોવાથી કડક ઉઘરાણી કરાય છે. અને જૂદી જુદી ટીમો બનાવી બાકીદારોને રૂબરૂ સંપર્ક કરી બાકી રકમ ભરપાઈ કરી જવાની તાકીદ કરવામા આવી છે. આમ રૂબરૂ ઉઘરાણી શરૂ કરાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ દ્વારા કેશલેશ સુવિધા પણ વીજબીલ ભરપાઈ શરૂ કરાઇ છે.

કાર્યપાલક ઈજનેર જી.વડગાસીયાના માર્ગદર્શન નીચે પીજીવીસીએલ ધ્રાંગધ્રા ડીવીઝનના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરવામા આવી રહી છે. જ્યારે ધ્રાંગધ્રા સીટીના પીજીવીસીએલના નાયબ ઈજનેર ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે વીજબીલના બાકીદારોને બીલ ભરવા માટે રીક્ષામાં જાહેરાત કરી બોર્ડ મુકી રૂબરૂ સંપર્ક કરી તાકીદ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો