Lifestyle/ બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી ભયાનક રીતે ડરી ગઈ મહિલા

સંબંધોમાં બેવફાઈ હોય કે ખોટું બોલવું બંને મામલે પાર્ટનરને માફ કરવો મુશ્કેલ હોય છે. બ્રિટનની એક મહિલાને પોતાના પાર્ટનર તરફથી એક એવો દગો મળ્યો છે કે, તે પોતાના સંબંધને આગળ વધારે કે ત્યાં જ ટૂંકાવી દે?

Lifestyle Relationships
બોયફ્રેન્ડ

કોઈપણ સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે અને જયારે વિશ્વાસ તૂટે ત્યારે તે પોતે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી જતો હોય છે. સંબંધોમાં બેવફાઈ હોય કે ખોટું બોલવું બંને મામલે પાર્ટનરને માફ કરવો મુશ્કેલ હોય છે. બ્રિટનની એક મહિલાને પોતાના પાર્ટનર તરફથી એક એવો દગો મળ્યો છે કે, તે પોતાના સંબંધને આગળ વધારે કે ત્યાં જ ટૂંકાવી દે? મહિલાએ લખ્યું છે કે, મારી ઉંમર 27 વર્ષની છે અને મારો બોયફ્રેન્ડ 31 વર્ષનો છે. અમારા વચ્ચે ફોન પર વાતચીત હતી પરંતુ છેલ્લા એક-બે મહિનાથી મળ્યા નથી. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ  બે મહિના સુધી મળવું બહુ જ મુશ્કેલ હતું અને તેના લીધે મળ્યા વગર રહેવું તે પણ ખૂબ જ કઠીન કામ હતું.

 

 આ પણ વાંચો : Cricket / ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ સુરક્ષા કારણોસર રદ્દ કરાયો

bf 02 બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી ભયાનક રીતે ડરી ગઈ મહિલા

બે મહિના પછી જયારે મળ્યા ત્યારે ખૂબ જ બધી વાતો કરી અને અમે બંનેએ શારીરિક સંબંધો પણ બનાવ્યા. આટલા બધા દિવસો પછી મળ્યા પછી મને ખૂબ જ ખુશી હતી અને હું ઉત્સાહી હતી પરંતુ તેણે મળ્યા પછી એ ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ.

મારા બોયફ્રેન્ડે મને સવારે જણાવ્યું હતું કે, મને હર્પીસ છે. હું સાંભળીને સ્તબ્ધ થઇ ગઈ. મને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે મને આ વાત સેક્સ કરતાં પહેલા કેમ ન જણાવી? હર્પીસ એક સેકસ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેકશન છે અને મને લાગી રહ્યું છે કે, મને તે દગો આપી રહ્યો હોય.

આ પણ વાંચો : ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક

તેની બીમારી જાણ્યા બાદ નક્કી કર્યું છે કે, અમે ફીઝીકલ રીલેશન હવે બનાવીશું નહિ અને પહેલા એકબીજાને જાણવાની કોશિશ કરીશું. તે વારંવાર કહી રહ્યો છે કે, તે મારાથી બહુ દિવસ દૂર રહી શકે તેમ નથી. તેને જણાવ્યું હતું કે, તેને તે અંગેની દવા પણ લેવાની બંધ કરી દીધી છે.

મારો બોયફ્રેન્ડ મને સતત માનવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, તે હવે ક્યારેય તેની સાથે શારીરિક સંબંધ નહીં બનાવે અને પોતાની દવા નિયમિતપણે લેશે. એટલું જ નહીં કે, તે જો આટલી જ વાતથી રાજી ન હોય તો તે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. જોકે મને બધુ ગેર વ્યાજબી અને બકવાસ લાગી રહી છે તેવું મહિલાએ જણાવ્યું છે.