કોરોના સંક્રમણ/ યાત્રાળુઓ ચેતજો.. ઋષિકેશમાં ગુજરાતના 22 મુસાફરો કોરોના સંક્રમિત, તંત્રમાં દોડધામ

ગુજરાતમાં હાલ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવી બહુ જ મુશ્કેલ બની ગયું છે. મુંબઈમાં પ્રવેશતા બહારના લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે. પરંતુ હજી પણ અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. ત્યારે ગુજરાતથી ગયેલા મુસાફરો હાલ ઋષિકેશમાં સંક્રમિત

Gujarat India
rishikesh bus યાત્રાળુઓ ચેતજો.. ઋષિકેશમાં ગુજરાતના 22 મુસાફરો કોરોના સંક્રમિત, તંત્રમાં દોડધામ

ગુજરાતમાં હાલ મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવી બહુ જ મુશ્કેલ બની ગયું છે. મુંબઈમાં પ્રવેશતા બહારના લોકો માટે ટેસ્ટ ફરજિયાત છે. પરંતુ હજી પણ અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. ત્યારે ગુજરાતથી ગયેલા મુસાફરો હાલ ઋષિકેશમાં સંક્રમિત થયા છે એટલું જ નહીં પરંતુ કોરોના ફેલાવવા માટે જવાબદાર બન્યા હોવાનો અહેવાલ પ્રાપ્ત થતાં સમગ્ર કેસ તેમજ ગુજરાતના યાત્રિકોમાં દોડધામ મચી ગઇ હતી તેમજ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો.ગુજરાતથી મુનીકીરેતી નીલકંઠ વિસ્તારમાં ગુજરાતના 22 મુસાફરો ફરવા પહોંચ્યા હતા. જેમાં તમામ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ચાર દિવસ પહેલા મુનિકીરેતી ચેક પોસ્ટ પર તેમના RTPCR સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના કોરોના કેસોએ હાહાકાર મચાવ્યો છે. ત્યાં ગુજરાતથી ઋષિકેશ બસમાં ગયેલા તમામ 22 યાત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બસ 4 દિવસ પહેલા ગુજરાતથી ઋષિકેષ પહોંચી હતી. ત્યારે તમામ મુસાફરોના  RTPCR ટેસ્ટ મુનિકીરેતી ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં તમામ પોઝિટિવ જોવા મળ્યા હતા. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે સૌથી વધારે પડકારજનક બાબત હવે કોરોના વધારે લોકોને સંક્રમિત ન કરે તેનો છે, તેની વચ્ચે એવી ખબર આવી છે કે જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.સેમ્પલ લીધા બાદ આ મુસાફરો અહીંથી નીલકંઠ મહાદેવ મંદિર ગયા હતા. જેના બાદ તેઓ મુનીકીરેતના શીશમ ઝાડી સ્થિત એક આશ્રમમાં રોકાયા હતા. હવે આરોગ્ય વિભાગની ટીમે આશ્રમમાં રહેલા લોકોના સેમ્પલ લેવાની તૈયારી કરી છે.

આ ઉપરાંત આ અંગે મુનિકીરેત વિસ્તારના પ્રભારી અધિકારી ડો.જગદીશ જોશીએ જણાવ્યું કે, સ્વાસ્થય વિભાગની ટીમ તપોવન મુનિકીરેતામાં બહારથી આવનારા મુસાફરીના રેન્ડમ સેમ્પિલંગ કરી રહી છે. ગત 18 માર્ચના રોજ એક બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી. તેમાં 22 મુસાફરો સવાર હતા. થર્મલ સ્કેનીંગ દ્વારા જાણવા મળ્યું કે, તમામ મુસાફરોનું ટેમ્પરેચર અપ હતું. તમામ મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ લઈને તપાસ કરવામાં આવી હતી. જેના બાદ આ મુસાફરો અહીથી નીકળી ગયા હતા. સોમવારે સાંજે આ તમામ મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના બાદ તમામ કોરોના સંક્રમિત નીકળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…