Rajkot/ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

Gujarat Rajkot Trending
punjab 6 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

સૌરાષ્ટ્ર સંત અને શૂરાઓની ભૂમિ મનાય છે. અને ગુજરાતના રાજકારણમાં પણ સૌરાષ્ટ્રનું આગવું મહત્વ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટ ના છે. અને હાલમાં કોરોનાની સારવાર માટે અમદાવાદ  યુ.એન મહેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

મુખ્યમંત્રી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્થે રાજકોટ બાલાજી હનુમાન મંદિર ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 20 ફેબ્રુઆરી શનિવારના રોજ આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.  રાજકોટ ભાજપના અગ્રણી ચેતનભાઈ રામની દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બાલાજી હનુમાન મંદિરના સવામી રાધારામણદાસજી અને વિવેકસાગર દાસજી ખાસ ઉપસ્થિત રહેશે.

punjab 7 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાર પ્રચારક એવા વિજયભાઈ રૂપાણી ચૂંટણી ભાવનગર, જામનગર અને વડોદરા ખાતે ચૂંટણી સભાઓ ગજવી હત. અને વડોદરાના પ્રવાસ દરમિયાન ચાલુ સભાએ બેભાન થઈને ઢળી પડ્યા હતા. અને તેમને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.