Not Set/ સુરેન્દ્રનગરમાં રાજય કક્ષાના 72મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, મુખ્યમંત્રીના આગમન સાથે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

દેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. સુરેન્દ્રનગર શહેરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને રાજયપાલ ઉપસ્થિત રહેશે. ત્યારે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે. વઢવાણના આનંદભુવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહી રોજગારીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપશે. જયારે ચોટીલાના સાંગાણીમાં મહિલા સંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.અને બુધવારે રાજ્ય […]

Top Stories Gujarat Others Trending
rupani1 સુરેન્દ્રનગરમાં રાજય કક્ષાના 72મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, મુખ્યમંત્રીના આગમન સાથે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

દેશના 72મા સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં થનાર છે. સુરેન્દ્રનગર શહેરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને રાજયપાલ ઉપસ્થિત રહેશે. ત્યારે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ છે.

વઢવાણના આનંદભુવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહી રોજગારીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપશે. જયારે ચોટીલાના સાંગાણીમાં મહિલા સંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.અને બુધવારે રાજ્ય કક્ષાના 72મા સ્વતંત્રતા પર્વે પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાશે.

થાનની પ્રજાને વર્ષોથી સતાવતા રેલવે ફાટકના પ્રશ્નનું નિરાકરણ લાવવા થાનમાં રેલવે ઓવરબ્રીજનું ખાતમૂર્હૂત પણ સીએમ કરનાર છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટરમાં રાજયપાલ સાથે એટહોમ અને સાંજે આર્ટસ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.

સુરેન્દ્રનગરના ગુરુકૂળ સામેના બે ગેટ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં એન્ટ્રી આપશે..વિવિધ પ્લાટુનો દ્વારા કરતબના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. જયારે બપોરે સાયલામાં યોજાનાર શૈક્ષણિક સંમેલન પ્રેમની પરબમાં પણ રાજયના મુખ્યમંત્રી હાજરી આપનાર છે.

રાજયપાલ અને મુખ્યમંત્રીના આગમનને લઇને સુરેન્દ્રનગર શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ  

યુવા સંમેલન કાર્યક્રમ સ્થળઃ આનંદ ભુવન, સુરેન્દ્રનગર.

11:15

મહિલા સંમેલન સ્થળઃ મુ. સાંગાણી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર.

12:45

શ્રી ચામુંડા માતા દર્શન સ્થળઃ શ્રી ચામુંડા માતા મંદીર, ચોટીલા, જી. સુરેન્દ્રનગર.

12:55

શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાનની મુલાકાત સ્થળઃ શ્રી ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થાન, ચોટીલા, જી. સુરેન્દ્રનગર.

14:10

થાનગઢ નગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કાર્યક્રમ

સ્થળઃ મ્યુનિસિપલ હાઇસ્કૂલની બાજુમાં, થાનગઢ, જી. સુરેન્દ્રનગર.

16:25

એટહોમ કાર્યક્રમ સ્થળઃ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સામે, પોલીસ હેડ ક્વાટર્સ, સુરેન્દ્રનગર.

19:00

સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળઃ એમ.પી.શાહ આર્ટસ કોલેજ, સુરેન્દ્રનગર.