મેક ઇન ઇન્ડિયા/ રશિયા પાસેથી 48 Mi-17 V5 હેલિકોપ્ટર ખરીદવાની યોજના મોકૂફ,મેક ઇન ઇન્ડિયા પર ભાર

ભારતીય વાયુસેનાએ સ્વદેશીકરણને વેગ આપવા સરકારની યોજનાના ભાગરૂપે રશિયા પાસેથી 48 વધારાના Mi-17 V5 મિડિયમ-લિફ્ટ હેલિકોપ્ટર ખરીદવાની તેની યોજના મુલતવી રાખી છે.

Top Stories World
7 23 રશિયા પાસેથી 48 Mi-17 V5 હેલિકોપ્ટર ખરીદવાની યોજના મોકૂફ,મેક ઇન ઇન્ડિયા પર ભાર

ભારતીય વાયુસેનાએ સ્વદેશીકરણને વેગ આપવા સરકારની યોજનાના ભાગરૂપે રશિયા પાસેથી 48 વધારાના Mi-17 V5 મિડિયમ-લિફ્ટ હેલિકોપ્ટર ખરીદવાની તેની યોજના મુલતવી રાખી છે. ભારતે લગભગ 10 વર્ષ પહેલા રશિયા સાથે 80 Mi-17V5ની ખરીદી માટે કરાર કર્યો હતો જેને ધીમે ધીમે સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ 48 એરક્રાફ્ટને એરફોર્સ અને અન્ય ઉડ્ડયન એજન્સીઓમાં સામેલ કરવાની યોજના હતી જે મોકૂફ રાખવામાં આવી છે.

ભારત Mi-17V5 અને Mi-17 હેલિકોપ્ટર કાફલાના સૌથી મોટા ઓપરેટરોમાંનું એક છે અને દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત VVIP ફ્લાઇટ માટે પણ તેનો ઉપયોગ કરે છે. Mi-17V5 એ આર્મીનું સૌથી મોટું શસ્ત્ર છે અને તેનો ઉપયોગ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ તેમજ સિયાચીન ગ્લેશિયર અને પૂર્વ લદ્દાખમાં ઊંચાઈ પર અને દૂરના વિસ્તારોમાં દૈનિક ધોરણે ભારતની સ્થિતિ જાળવી રાખવા માટે થાય છે.

ભારતીય વાયુસેના મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ પ્રોગ્રામ હેઠળ મોટા પાયે સ્વદેશી કાર્યક્રમોને સમર્થન આપી રહી છે અને ALH ધ્રુવ અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સહિત સ્વદેશી મિસાઇલો, ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર હસ્તગત કરવા માટે સતત કામ કરી રહી છે.