સુરેન્દ્રનગર/ પ્લાસ્ટિકની દોરી પક્ષી અને માણસ માટે થઈ ઘાતક સાબિત

ઉતરાયણ પર્વમા પ્રતિબંધિત માંજાની લોકોએ મજા માણી પરંતુ ખુલ્લા આકાશમા ઉડતા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ છે આ દોરીથી ઘાયલ થતા પક્ષીઓ ફરી અગનમા ઉડતા થાય તેવા પ્રયાસો વર્ષોથી પાટડી

Gujarat Others
પ્લાસ્ટિકની દોરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના પાટડી નગરમા છાને ખૂણે વેચાયેલ પ્લાસ્ટિકનો માંજાએ પતંગ રસિયાઓ અને તેનું વેચાણ કરનારને આનંદ આપ્યો હશે પરંતુ પક્ષીઓ અને બાઈક લઈને પસાર થતા ૭ લોકો ઈજા પહોચાડતા ઘાતક સાબિત થઈ છે

ઉતરાયણ પર્વમા પ્રતિબંધિત માંજાની લોકોએ મજા માણી પરંતુ ખુલ્લા આકાશમા ઉડતા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ છે આ દોરીથી ઘાયલ થતા પક્ષીઓ ફરી અગનમા ઉડતા થાય તેવા પ્રયાસો વર્ષોથી પાટડી ખાતે દસાડા તાલુકા પંચાયત કચેરી સામે વનવિભાગ અને બજરંગ દળ પાટડી તથા એનિમલ હેલ્પલાઇન નંબર વેન દ્વારા ઉતરાયણ પર્વની મોજ કોરાણે મુકી સેવા આપવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવે છે.

જેમાં દિવસ દરમિયાન ૧૨થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રાથમિક સારવાર આપી બજાણા વન વિભાગને સોંપવામાં આવ્યા હતા આ ઉપરાંત ઓડુ ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને પણ માંજાથી‌ ગંભીર ઈજા પહોંચી હતી તેને પણ ઓડુ ગામના એનિમલ લવર દ્વારા વનવિભાગને સોંપવામાં આવ્યું હતુ આ ઉપરાંત બાઈક ચાલકોને પણ ઈજા પહોંચી હતી જેમાં નવરંગપુરાના આધેડને ૭ ટાંકા આવ્યા હતા તથા પાટડીમા બે યુવાનોને ૩ જેટલા ટાંકા આવ્યા હતા આ ઉપરાંત અલગ અલગ અંદાજે ૭ લોકોને માંજો ઘાતક નિવડ્યો હતો.પાટડી બજરંગ દળના આકાશ પંચાલ સહિતના સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટિકના માંજાથી પતંગ ન ચગાવવા વિનંતી કરાઈ હતી અને ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો તેમને સોંપવામાં જણાવ્યું હતુ

@પ્રિયકાંત ચાવડા 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:himmatnagar/હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડાવાની ઘટના સામે આવી

આ પણ વાંચો:Surat/ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચો:ગુજરાત/મહેમદાવાદમાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ