israel hamas war/ ગાઝાને તબાહ કરવા ઇઝરાયેલે હમલા કર્યા તેજ, PM બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાને આપી ચેતવણી

ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ હિઝબુલ્લાને ચેતવણી આપી કે હમાસ સાથેના યુદ્ધમાં સામેલ થશે તો તેના હાલ પણ લેબનાન અને હમાસ જેવા થશે. ઇઝરાયેલે ગાઝાને તબાહ કરવા હુમલા તેજ કર્યા.

Top Stories World Uncategorized
YouTube Thumbnail 50 5 ગાઝાને તબાહ કરવા ઇઝરાયેલે હમલા કર્યા તેજ, PM બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાને આપી ચેતવણી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભયંકર બની રહી રહ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા ભીષણ યુદ્ધની અસર હવે મધ્ય-પૂર્વના દેશો પર પણ આગામી સમયમાં જોવા મળી શકે. ઇઝરાયેલે ગાઝાને તબાહ કરવા હુમલા તેજ કર્યા. ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 અઠવાડિયાથી વધુ સમય થયો છે. ગાઝાપટ્ટીમાં રહેણાંક મકાન પર થયેલા હવાઈ હુમલામાં 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા. આ સિવાય ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાના 2 અડ્ડાઓ પર પણ હુમલો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 266 પેલેસ્ટાઈનના મોત થયા જેમાં 117 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

સોમવારે વહેલી સવારે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં 3 હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલાથી હોસ્પિટલોને કોઈ નુકસાન થયું છે કે નહીં. આ હુમલા ગાઝા સિટીમાં શિફા અને અલ-કુદ્સ હોસ્પિટલ અને ઉત્તરમાં ઈન્ડોનેશિયાની હોસ્પિટલ નજીક કરવામાં આવ્યા હતા. સોમવારે ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાના 2 સ્થળો પર હુમલો કર્યો જ્યાં હિઝબુલ્લાના આતંકીઓ એન્ટી-ટેન્ક મિસાઈલ અને રોકેટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ હિઝબુલ્લાને ચેતવણી આપી કે હમાસ સાથેના યુદ્ધમાં સામેલ થશે તો તેના હાલ પણ લેબનાન અને હમાસ જેવા થશે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગાઝામાં જમીની કાર્યવાહી પહેલા ઈઝરાયેલે કહ્યું છે કે તે હવાઈ હુમલાને વધુ તીવ્ર બનાવશે. રવિવારે, ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે પશ્ચિમ કાંઠે, જેનિનમાં એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. આ મસ્જિદનો ઉપયોગ હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ આતંકવાદીઓ દ્વારા તેમના કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ છુપાયેલા હતા અને હુમલાની યોજના બનાવી રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 ગાઝાને તબાહ કરવા ઇઝરાયેલે હમલા કર્યા તેજ, PM બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાને આપી ચેતવણી


આ પણ વાંચો : Dream Project/ ભારતનો 3.5 લાખ કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ કયો છે તે જાણો

આ પણ વાંચો : Fake Currency/ અમદાવાદની RBI સહિત 13 બેંકોમાં નકલી ચલણી નોટો જમા થતા SOGમાં કરી ફરિયાદ

આ પણ વાંચો : GST Raid/ રાજ્યભરમાં મોબાઇલ વિક્રેતાઓને ત્યાં દરોડાઃ તહેવાર ટાણે કાર્યવાહીથી બજારમાં સોંપો