Not Set/ PM મોદી, CM યોગી અને રાહુલ ગાંધી ખેડશે આ જગ્યાઓનાં પ્રવાસ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ અને નવી સરકારની રચના પણ થઇ ગઇ છે. ત્યારે પાછલા ઘણા લાંબા સમયથી પ્રવાસો ખેડવામાં દેશભરમાં મોખરે રહેલા રાજકીય નેતા દ્રારા ટુંકા વિરામ બાદ પોત પોતાનાં પ્રવાસો ખેડવાનું આરંભી દેવામાં આવ્યું છે. PM મોદી દ્રારા વડાપ્રધાનનાં શપથ લેવામા આવ્યા બાદ પ્રથમ પ્રવાસ માલદીવ યોજવામાં આવી રહ્યા છે. PM તારીખ 8 […]

Top Stories India Politics
Rahul Yogi Modi PM મોદી, CM યોગી અને રાહુલ ગાંધી ખેડશે આ જગ્યાઓનાં પ્રવાસ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ અને નવી સરકારની રચના પણ થઇ ગઇ છે. ત્યારે પાછલા ઘણા લાંબા સમયથી પ્રવાસો ખેડવામાં દેશભરમાં મોખરે રહેલા રાજકીય નેતા દ્રારા ટુંકા વિરામ બાદ પોત પોતાનાં પ્રવાસો ખેડવાનું આરંભી દેવામાં આવ્યું છે.

modi maldiv PM મોદી, CM યોગી અને રાહુલ ગાંધી ખેડશે આ જગ્યાઓનાં પ્રવાસ

PM મોદી દ્રારા વડાપ્રધાનનાં શપથ લેવામા આવ્યા બાદ પ્રથમ પ્રવાસ માલદીવ યોજવામાં આવી રહ્યા છે. PM તારીખ 8 અને 9 ભારતનાં પડોશી દેશ માલદીવની સત્તાવાર મુલાકાત લેશે. આપને જણાવી દઇએ કે બીજીવાર વડાપ્રધાન બન્યા પછી PM મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાશ છે. પૂર્વે પ્રથમ વાર વડાપ્રધાને ભૂતાનનો પ્રથમ વિદેશ પ્રવાસ ખેડ્યો હતો.

ram Statue yogi PM મોદી, CM યોગી અને રાહુલ ગાંધી ખેડશે આ જગ્યાઓનાં પ્રવાસ

ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્યનાં પણ આજે રામ જન્મભૂમી અયોધ્યાની મુલાકાત લઇ રહ્યા છે. યોગી અયોધ્યામાં ભગવાન રામની પૂર્ણ કદની દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવેલ પ્રતિમાનું અનાવરણ કરવા અયોધ્યા જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલા જ શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્રારા લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત રામમંદિરનો રાગ તાણવામાં આવ્યા હતો. શિવસેનાનાં પ્રમુખે પણ પોતે અયોધ્યા જશે અને મંદિર નિર્માણની કવાયતો વેગવંતી બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. CM યોગી આદિત્યનાથની અયોધ્યા મુલાકાત ધણી રીતે મહત્વની જોવામા આવી રહી છે.

rahul waynad PM મોદી, CM યોગી અને રાહુલ ગાંધી ખેડશે આ જગ્યાઓનાં પ્રવાસ

તો બધાની સાથે સાથે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જાણે કારમી હારની કળ વળી ગઇ હોય તેમ પોતાનો વાયનાડનો પ્રવાસ જાહેર કરી દીધો છે. રાહુલ અમેઠીમાંથી હારી ગયા છે પરંતુ વાયનાડે રાહુલની આબરુનું પૂર્ણ ઘોવાણ થતા અટકાવ્યું છે અને માટે જ રાહુલ વાયનાડ જઇ પોતાનાં મતદારો અને કાર્ય કરતાનો આભાર માનવા ઇચ્છતા હોઇ શકે છે. અમેઠીમાં રાહુલની હારનુ એક કારણ પોતાના મત વિસ્તારમાં સતત ગેરહાજરી પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ચાલો અમેઠીમાંથી ધડો લઇ રાહુલે વાયનાડની મુલાકાત સમય અંતરે બરાબર લેશે તે સાબિત થઇ રહ્યું છે.