વાતચીત/ PM મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી,આ મુદ્દા પર થઇ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી

Top Stories India
10 1 2 PM મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી,આ મુદ્દા પર થઇ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે (8 જૂન) ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ એચઆરએચ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી. કનેક્ટિવિટી, ઉર્જા, સંરક્ષણ, વેપાર અને રોકાણમાં સંબંધો વધારવાની ચર્ચા કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી. સુદાન અને હજમાંથી ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર માટે તેમના સમર્થનની પ્રશંસા કરી.