Not Set/ સિક્કિમ : ૪૫૦૦ ફૂટની ઉંચાઈએ નિર્માણ થયેલા એરપોર્ટનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

ગંગટોક   વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ દરમ્યાન સોમવારે પાક્યોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું  જે ગંગટોકથી ૩૩ કિલોમીટર દૂર આવેલું છે. #Visuals of Prime Minister Narendra Modi inaugurating Pakyong Airport near Gangtok in Sikkim. CM Pawan Chamling & Union Aviation Minister Suresh Prabhu also present. pic.twitter.com/WCMpYqcESm— ANI (@ANI) September 24, 2018 પીએમ મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન […]

Top Stories India Trending
airport સિક્કિમ : ૪૫૦૦ ફૂટની ઉંચાઈએ નિર્માણ થયેલા એરપોર્ટનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

ગંગટોક  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ દરમ્યાન સોમવારે પાક્યોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું  જે ગંગટોકથી ૩૩ કિલોમીટર દૂર આવેલું છે.

Image result for sikkim first airport

પીએમ મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પાક્યોંગમાં સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે.

પાક્યોંગ એ સિક્કિમ રાજ્યનું પ્રથમ એરપોર્ટ છે. પાક્યોંગ ભારત-ચીનની સરહદથી માત્ર ૬૦ કિલોમીટર દૂર છે જેના લીધે વિદેશી રણનીતિક દ્રષ્ટિ પ્રમાણે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Image result for sikkim first airport

Image result for sikkim first airport

આ એરપોર્ટ હિમાલય ક્ષેત્રમાં ૪૫૦૦ ફૂટની ઉંચાઈ પર છે. ૨૦૬ એકરમાં આ એરપોર્ટ ફેલાયેલું ચેહ. પાક્યોંગ શહેર સિક્કિમની રાજધાની ગંગટોકથી ૩૦ કિલોમીટર દૂર છે.એરપોર્ટના નિર્માણ પાછળ ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ એરપોર્ટ બનાવવામાં જીયોટેકનીકલ એન્જીનીયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાની માટીને એરપોર્ટ માટે અનુકુળ કરવા માટે જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા અને સ્લોપ સ્ટેબલાઈઝની ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Image result for sikkim first airport

જણાવી દઈએ કે આ એરપોર્ટ દુનિયાના ઉડ્ડયન નકશામાં પણ ટૂંક સમયમાં સામેલ થઇ જશે. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે આ એરપોર્ટ બનાવવા માટે આશરે ૬૨૦ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.

Image result for sikkim first airport

આ એરપોર્ટના નિર્માણનો પ્રસ્તાવ વર્ષ ૨૦૦૮માં કેબિનેટમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક કુદરતી અને માનવનિર્મિત અડચણોને લીધે તેને બનાવતા કુલ ૧૦ વર્ષ લાગી ગયા.

Related image

Image result for sikkim first airport

સિક્કીમમાં એરપોર્ટ બની જવાને લીધે પર્યટક ઉધોગને પણ સારો એવો સાથ મળશે. આ એરપોર્ટ પર વિમાન સિવાય વાયુસેનાના વિમાન પણ ઉડી શકશે.

ગયા રવિવારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતુ કે સિક્કિમ રાજ્યને બન્યા એને ૪૦ વર્ષ પુરા થઇ ગયા છે પરંતુ આ રાજ્યને દુનિયાના એરપોર્ટ નકશામાં હવે જગ્યા મળી છે.  આ એરપોર્ટના લીધે  ઘણા બધા પ્રવાસીને પહેલા થતી હતી તેવી મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે.