Political/ PM મોદીએ આંદોલનજીવી કહી અટલજીનું અપમાન કર્યું છે : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

PM મોદીએ આંદોલનજીવી કહી અટલજીનું અપમાન કર્યું છે : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

Gujarat Others
મોદી 5 PM મોદીએ આંદોલનજીવી કહી અટલજીનું અપમાન કર્યું છે : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ

ગત રોજ 8 ફેબ્રુઆરીના દિવસે રાજ્ય સભામાં પોતાના અભીભાષણમાં pm મોદી દ્વારા આંદોલનજીવી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આંદોલનકારીઓને આંદોલનજીવી કહ્યા હતા અને કટાક્ષ કર્યો હતો. અને આ મુદ્દો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખુબ જ ગંભીર રીતે લેવામાં આવ્યો છે.

આ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે  ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે વડાપ્રધાને આંદોલનજીવી કહી અટલજીનું અપમાન કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલજી પણ આંદોલન કરતા હતા. અને આંદોલન દરમિયાન તેઓ બળદ ગળું લઈને સંસદ સુધી જતા હતા.

https://twitter.com/HardikPatel_/status/1358984387577212928?s=20

 

PM મોદી દ્વારા ઉપયોગ માં લેવાયેલા શબ્દપ્રયોગ આંદોલનજીવી એ તેમની જ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાનની ગરિમાને લજવી રહ્યો છે. તેઓ ઉલ્લેખ આ ટ્વીટ દ્વારા કરવામાં આવ્યો છે. આ શબ્દપ્રયોગ દ્વારા  વડાપ્રધાને વિપક્ષ ણે નીચા દેખાડવાની હોડમાં પોતાની જ પાર્ટીના  એક પૂર્વ અને સ્વ. એવા દિગ્ગજ નેતા ઉપર પણ કટાક્ષ કર્યો છે.

covid19 / વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 8 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાત હજારથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ