Not Set/ નેશનલ એવોર્ડ વિનર બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

જાણીતા ફિલ્મ નિર્દેશક  બુદ્ધદેબ દાસગુપ્તા વય સંબંધિત બિમારીઓને કારણે ગુરુવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. 

Trending Entertainment
A 153 નેશનલ એવોર્ડ વિનર બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

જાણીતા ફિલ્મ નિર્દેશક  બુદ્ધદેવ દાસગુપ્તા વય સંબંધિત બિમારીઓને કારણે ગુરુવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પરિવારના સભ્યોએ આ માહિતી આપી. દાસગુપ્તા 77 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમના વિવિધ કાર્યોથી સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયું છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુખી છું. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે. તેઓ પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. દુખની આ ઘડીમાં તેમના પરિવારના સભ્યો અને તેના પ્રિયજનો પ્રત્યેની મારી સંવેદના.

બીજી તરફ રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, ‘બુદ્ધદેવ દાસગુપ્તાનાં નિધનથી દુખી છું. તેમનાં વિવિધતાપૂર્ણ કાર્યએ સમાજનાં તમામ વર્ગોનાં દિલનાં તાર હલાવ્યાં છે. તો એક પ્રસિદ્ધ વિચારક અને કવિ પણ હતાં. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમનાં પરિવારનાં સભ્યો અને તેનાં ચાહકો સાથે છે. ‘

તેમનાં નિધન પર દુખ જાહેર કરતાં ફિલ્મકાર ગૌતમ ધોષે કહ્યું કે, બુદ્ધ દા ખરાબ તબિયત છતા ફિલ્મો બનાવતા રહ્યાં હતાં. લેખ લખતા હતાં, અને સક્રિય હતાં. તેમનું સ્વાસ્થ્ય સારુ ન હોય તો પણ તેમને ‘ટોપે ઔર ઉરોઝાહજ’નું ડિરેક્શન કર્યું. તેમનું જવું અમારા માટે મોટું નુક્સાન છે.

બુદ્ધદેવ દાસ ગુપ્તાનાં પરિવારમાં તેમની પત્ની અને તેમનાં પહેલાં લગ્નથી બે દીકરીઓ છે. પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક લાંબા સમયથી કિડનીની બીમારીથી પિડાતા હતાં. તેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસની જરૂર પડતી હતી.