નવી દિલ્હી/ PM મોદી પોતાના કપડાને લઈ વધુ એકવાર આવ્યા ચર્ચામાં, દેશવાસીઓને આપ્યો મોટો સંદેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત કપડાની બાબતોમાં ચર્ચાઓમાં રહે છે. ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકામી પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ કરીને બનાવવામાં આવેલી કોટી પહેરી હતી

Gujarat Surat
મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લાસ્ટિકની નકામી બોટલ રિસાયકલ કરીને બનાવવામાં આવેલી કોટી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. મહત્વની વાત છે કે આ કોટી બેંગ્લોરમાં યોજવામાં આવેલા ઇન્ડિયન એનર્જી વિકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત કપડાની બાબતોમાં ચર્ચાઓમાં રહે છે. ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકામી પ્લાસ્ટિકની બોટલ રિસાયકલ કરીને બનાવવામાં આવેલી કોટી પહેરી હતી અને તેઓ આ કોટી પહેરીને બુધવારે તેઓ સંસદમાં પહોંચ્યા હતા અને તેથી જ આ કોટી ખૂબ જ ચર્ચામાં આવે છે.

Untitled 45 PM મોદી પોતાના કપડાને લઈ વધુ એકવાર આવ્યા ચર્ચામાં, દેશવાસીઓને આપ્યો મોટો સંદેશ

એવી માહિતી મળી રહી છે કે 28 જેટલી પ્લાસ્ટિકની બોટલો રિસાયકલ કરીને તેમાંથી આ કોટી બનાવવામાં આવી છે. મહત્વની વાત છે કે દર વર્ષે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 10 કરોડ પ્લાસ્ટિકની નકામી બોટલ સાયકલ કરીને તેમાંથી વસ્ત્રો બનાવે છે. આ કપડાને ઇન્ડિયન ઓલ કોર્પોરેશન દ્વારા અનબોટલ્ડ નામ આપવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે હવે આ કપડામાંથી અશસ્ત્ર દળો માટે નોન કોમ્બેટ યુનિફોર્મ બનાવવામાં આવશે અને આ પહેલ પર્યાવરણના સંરક્ષણમાં ખૂબ જ મદદરૂપ થશે.

મહત્વની વાત એ પણ છે કે આ વસ્ત્રો બનાવવામાં એક પણ ટીપું પાણીનો ઉપયોગ થતો નથી. બોટલ્સને રિસાયકલ કરીને બનાવવામાં આવતા વસ્ત્રોમાં ડોપ ડાઇગનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે સૌપ્રથમ નકામી પ્લાસ્ટિકની બોટલોમાંથી ફાઇબર બનાવવામાં આવે છે અને તેમાંથી યાન તૈયાર કરવામાં આવે છે અને આ યાન ફેબ્રિક તૈયાર કરાયા બાદ તેમાંથી વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.

આ વસ્ત્રો સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે અને વસ્ત્ર પર એક ક્યુઆર કોડ પણ લગાવવામાં આવે છે જેને સ્કેન કરવાથી વસ્ત્રની પૂરી હિસ્ટ્રી જાણી શકાય છે મહત્વની વાત છે કે એક ટીશર્ટ બનાવવામાં 5 થી 6 પ્લાસ્ટિકની બોટલ વપરાય છે. તો શર્ટ બનાવવા માટે 10 બોટલ અને પેન્ટ બનાવવા માટે 20 બોટલ નો ઉપયોગ થાય છે.

છેલ્લા 4 વર્ષથી આ કાપડ સુરતમાં બની રહ્યું છે. આ યાર્ન દર મહિને દોઢ કરોડ મિટર કાપડ બની રહ્યું છે. વર્લ્ડની મોટી મોટી કંપનીઓએ પણ આ કાપડમાંથી કપડાં તૈયાર કરવાનો ગોલ સેટ કર્યો છે. પ્લાસ્ટિક માંથી કપડું તૈયાર કરવામાં આવતું હોવાના કારણે પર્યાવરણ શુદ્ધ રાખવા પણ ખૂબ ફાયદો થશે.

આ પણ વાંચો:લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની પસંદગીનો હક જતો કરવા અજાણ્યાએ કર્યું એવું કે…પછી

આ પણ વાંચો:સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બાદ માહોલ ગરમાયો, પોલીસ ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચો:નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટેના ચક્રો ગતિમાનઃ ટૂંક સમયમાં થશે જાહેરાત