શુભેચ્છા/ ભાવિના પટેલની ઐતિહાસિક જીત પર PM મોદીએ પાઠવી શુભકામનાઓ

ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ ગુમાવી ચૂકી છે પરંતુ તેણે સિલ્વર જીતીને ઇતિહાસ રચી દીધો છે.

Top Stories India
ભાવિના
  • PM મોદીએ ભાવિનાને ટ્વિટથી પાઠવી શુભેચ્છા,
  • ભાવિના પટેલને સિલ્વર મેડલ માટે પાઠવી શુભકામના,
  • સિલ્વર મેડલ જીતવા માટે આપ્યા અભિનંદન,
  • ગુજરાતની દીકરીએ મેળવ્યો સિલ્વર મેડલ

ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલ ગુમાવી ચૂકી છે પરંતુ તેણે સિલ્વર જીતીને ઇતિહાસ રચી દીધો છે. ફાઇનલમાં તેણીનો સામનો ચીનની ઝોઉ યિંગ સાથે થયો હતો, જે વિશ્વની નંબર વન ખેલાડી છે. વર્ગ 4 હેઠળ, ભાવિનાએ મેચ 0-3થી ગુમાવી દીધી હતી. ચીની ખેલાડીએ 11-7, 11-5 અને 11-6થી જીત મેળવી હતી જે મેચ પર તેની પકડ દર્શાવે છે. જો કે ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ભારતને ગર્વનો અહેસાસ કરાવ્યો છે. જે બાદલ PM મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવિના પટેલને શુભકામનાઓ પાઠવી છે.

આ પણ વાંચો – Tokyo Paralympics / ભાવિનાનાં સિલ્વર મેડલ જીત બાદ મહેસાણામાં તેનો પરિવાર ખુશીમાં કરવા લાગ્યું ગરબા, Video

આપને જણાવી દઇએ કે, ભાવિનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં (ટેબલ ટેનિસ) સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેના પર હવે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ભાવિનાને શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ ટ્વીટમાં લખ્યુ, ઉલ્લેખનીય ભાવના પટેલે રચ્યો ઇતિહાસ! તે ઘરે ઐતિહાસિક સિલ્વર મેડલ લઇને આવશે. તે બદલ અભિનંદન. તેની જીવનયાત્રા પ્રેરણાદાયી છે અને વધુ યુવાનોને રમત તરફ આકર્ષિત કરશે.

આપને જણાવી દઇએ કે, ભાવિનાની ઐતિહાસિક જીત પર તેના પરિવારજનો પણ ઘણા ખુશ દેખાઇ રહ્યા છે. ભાવિનાની સિલ્વર મેડલની જીત સુનિશ્ચિત થયા બાદ ભાવિનાનો પરિવાર કે જે ગુજરાતનાં મહેસાણામાં રહે છે, તેઓ ગરબે જુમવા લાગ્યા હતા. તેમણે આ શુભ સમયમાં એકબીજાને મીઠાઇ ખવડાવીને મોંઢુ મીઠુ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ભાવિનાની સિલ્વર મેડલની જીત પર દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેને શુંભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટમાં લખ્યું, ભાવના પટેલે પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટુકડી અને રમતપ્રેમીઓને પ્રેરણા આપી છે. તમારા અસાધારણ દ્રંડ સંકલ્પ અને કુશળતાએ ભારતને ગૌરવ અપાવ્યું છે. આ અસાધારણ સિદ્ધિ માટે તમને મારા અભિનંદન.

આ પણ વાંચો – Tokyo Paralympics / ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ

ભાવિનાની સિલ્વર મેડલ જીત બાદ ગુજરાતનાં મહેસાણામાં તેના પરિવારજનોએ ભેગા મળીને ગરબા રમ્યા હતા. જેમા વળી આ સાથે તેઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને એકબીજાનું મોંઢુ મીઠું કર્યુ હતુ. આપને જણાવી દઇએ કે, ભારતે અત્યાર સુધી પેરાલિમ્પિક્સમાં ત્રણ રમતોમાં 12 મેડલ જીત્યા છે, જેમાં એથ્લેટિક્સ (ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ), પાવરલિફ્ટિંગ (એક બ્રોન્ઝ) અને સ્વિમિંગ (એક ગોલ્ડ) નો સમાવેશ થાય છે. પરંતુ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભાવિનાએ 2017 માં બેઇજિંગમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એશિયન પેરા ટેટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.