સંબોધન/ PM મોદી આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં દાવોસ એજન્ડામાં કરશે વર્ચ્યુઅલી વિશેષ સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં દાવોસ એજન્ડાને ‘સ્ટેટ ઑફ ધ વર્લ્ડ’ વિષય પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.

Top Stories India
PM મોદી
  • PM મોદી આજે કરશે વર્ચ્યુઅલી વિશેષ સંબોધન
  • સ્ટેટ ઓફ વર્લ્ડમાં વિશેષ સંબોધન કરશે
  • રાત્રે 8.30 વાગ્યે કરશે PM મોદી કરશે સંબોધન
  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં દાવોસ એજન્ડાને ‘સ્ટેટ ઑફ ધ વર્લ્ડ’ વિષય પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. આ સંદર્ભમાં, વડા પ્રધાન કાર્યાલયે એક પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું કે, PM મોદી મંગળવારે રાત્રે 8:30 વાગ્યે WEF ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.

આ પણ વાંચો – Festival / ઉત્તરાયણમાં પક્ષી બચાવવા હેતુ કરૂણા અભિયાન શરૂ, રાજ્ય સરકારે જાહેર કરી હેલ્પલાઇન નંબર

PM મોદી આજે (સોમવાર) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વભરનાં રાજ્યોનાં વડાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. વર્ચ્યુઅલ ઇવેન્ટ 17 થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જાપાનનાં PM કિશિદા ફ્યુમિયો, યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સુઆ વોન ડેર લેયેન, ઓસ્ટ્રેલિયન PM સ્કોટ મોરિસન, ઈઝરાયેલનાં PM નફતાલી બેનેટ, ઈન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક દેશોનાં વડાઓ દાવોસ એજન્ડા કોન્ફરન્સને સંબોધિત કરશે. આ ઇવેન્ટમાં ઉદ્યોગનાં અગ્રણીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નાગરિક સમાજની ભાગીદારી જોવા મળશે. નિષ્ણાતો વિશ્વ સામેનાં મહત્વનાં પડકારો પર ચર્ચા કરશે. તેઓ આ પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની પણ ચર્ચા કરશે.

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

કોવિડ-19 મહામારીને કારણે ફોરમ સતત બીજા વર્ષે ડિજિટલી સમિટનું આયોજન કરી રહ્યું છે. ફોરમ આ વર્ષનાં અંતમાં 2022 વાર્ષિક બેઠક બોલાવવાની આશા રાખે છે. તેના કાર્યક્રમની જાહેરાત કરતા, ફોરમે કહ્યું કે, ‘દાવોસ એજન્ડા 2022’ વિશ્વનાં નેતાઓ માટે 2022 માટેનાં તેમના વિઝન શેર કરવા માટેનું પ્રથમ વૈશ્વિક મંચ હશે. આ ઈવેન્ટનું આયોજન ‘ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ થીમ પર કરવામાં આવી રહ્યું છે. જીનીવા સ્થિત WEF જાહેર-ખાનગી સહકાર માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે કાર્ય કરે છે.