Not Set/ વડાપ્રધાન મોદી આજે જનતા સાથે કરશે ‘Mann Ki Baat’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમની 81 મી આવૃત્તિ હશે અને ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક અને મોબાઇલ એપ પર ટેલિકાસ્ટ થશે.

Top Stories India
1 366 વડાપ્રધાન મોદી આજે જનતા સાથે કરશે 'Mann Ki Baat'

આજે 26 સપ્ટેમ્બર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા જનતા સાથે વાતચીત કરશે. તેમનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે તેઓ અમેરિકાનો પ્રવાસ પૂરો કરીને આજે ઘરે પહોંચી રહ્યા છે. આ દરમિયાન, PM મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં સત્રને સંબોધ્યું તેમજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી.

આ પણ વાંચો –  મુલાકાત / PM મોદીએ ત્રણ દિવસની અમેરિકી યાત્રાને લઇને કર્યુ ટ્વીટ – US સાથે સંબંધો વધુ મજબૂત થશે

આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમની 81 મી આવૃત્તિ હશે અને ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક અને મોબાઇલ એપ પર ટેલિકાસ્ટ થશે. આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ ઉપલબ્ધ રહેશે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ એવા સમયે પ્રસારિત થઈ રહ્યો છે જ્યારે તેઓ અમેરિકાની યાત્રાથી ઘરે પરત ફરી રહ્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં 76 માં સત્રને સંબોધિત કર્યું અને તે પહેલા સીધા ક્વોડ સમિટમાં ભાગ લીધો.

આ પણ વાંચો – સાવધાન! / આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ વધી રહ્યુ છે ‘ગુલાબ’ વાવાઝોડું, IMD એ જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ

વધુમાં, મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમજ તેમના ઓસ્ટ્રેલિયન અને જાપાની સમકક્ષોની સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદી પાંચ કંપનીઓનાં ટોચનાં યુએસ CEO ને પણ મળ્યા અને તેમને દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. આ સિવાય તેમણે ગ્લોબલ સિટીઝન લાઈવ સમિટને પણ સંબોધી હતી. અગાઉ, 29 ઓગસ્ટનાં રોજ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 80 મી આવૃત્તિમાં, વડાપ્રધાન મોદીએ બિહારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને તમિલનાડુમાં કાંજીરાંગલ પંચાયતનાં ગામનાં કચરાનાં વ્યવસ્થાપન અને અન્ય પહેલ માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આપને જણાવી દઈએ કે, ‘મન કી બાત’ એ વડાપ્રધાનનાં સંબોધનનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જે દર મહિનાનાં છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.