Gujarat Visit/ PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે,જાણો સમગ્ર કાર્યક્રમ વિશે…

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે

Top Stories Gujarat
8 21 PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે,જાણો સમગ્ર કાર્યક્રમ વિશે...

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે,છેલ્લા એક મહિનાથી પીએમ મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિકાસલક્ષી કાર્યો અને ખાતમુહર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે.આજે ફરી એકવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત આવી રહ્યા છે. આ બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિવાળી પહેલાં ભેટ આપવાના છે. આજે સવારે 9:45 કલાકે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

 

ત્યારબાદ 6 વાગ્યાની આસપાસ પીએમ મોદી ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 7:20 વાગ્યે પીએમ મોદી રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

PM મોદીના કાર્યક્રમની રૂપરેખા ?
આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. તો બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે. જ્યાં વિશાળ જનસભાને પણ પ્રધાનમંત્રી સંબોધવાના છે. તો જૂનાગઢ બાદ પ્રધાનમંત્રી રાજકોટના પ્રવાસે પહોંચશે. જ્યાં રાજકોટ એરપોર્ટથી રેષકોર્ષ સુધી પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. રોડ શો બાદ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું પ્રધાનમંત્રી ઉદ્દઘાટન કરશે. સાથે જ ઈશ્વરિયામાં સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી ઉપરાંત ફ્લાયઓવરબ્રિજ અને રોડ રસ્તાના વિકાસકાર્યોની સૌરાષ્ટ્રને ભેટ આપશે.

આવતી કાલે (20 ઓક્ટોબર) સવારે કેવડિયામાં મિશન લાઇફનું પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે. જે બાદ બપોરે 12 કલાકે  કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ પ્રધાનમંત્રી દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.