અમદાવાદ/ આજે PM મોદી કરશે સરદારધામનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિ પૂજન

સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન તેમજ સમાજના નબળા વર્ગના ઉત્થાન અને રોજગારની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
સરદારધામ

પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે અને સરદારધામ ફેઝ -2 કન્યા શાળાનું ભૂમિપૂજન કરશે. સરદારધામ ગુજરાતના પાટીદાર બંધુઓનું સંગઠન છે. પીએમ મોદી સરદારધામના 200 કરોડના નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સવારે 10:00 કલાકે સરદારધામ ફેઝ 2 ના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે, પરંતુ આ ચૂંટણી વર્ષમાં સરદારધામના આ પ્રોજેક્ટમાં સમગ્ર ગુજરાત સરકાર હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો :સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગામી પાંચ દિવસમાં સારા વરસાદની આગાહી

પ્રોજેક્ટમાં શું ખાસ છે

ગર્લ્સ હોસ્ટેલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં બનાવવામાં આવનાર છે. તેમાં 2000 છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધા હશે. PMO અનુસાર, સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન તેમજ સમાજના નબળા વર્ગના ઉત્થાન અને રોજગારની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે. સરદારધામમાં વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઇમારત અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેના સરદારધામ સંકુલમાં બનાવવામાં આવશે.

સરદાર વલ્લભભાઇ પટેલના વિચારો અને આદર્શોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સરદારધામના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને સાકાર કરવાના મિશન 2026 અંતર્ગત સરદાર ધામનું નિર્માણ કરાયું છે.

આ પણ વાંચો : દહેજના અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.

સરદાર ધામનું બાંધકામ અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે 11670 સ્ક્વેર મીટર પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે નિર્માણ થયું છે. સરદાર ધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1 હજાર-1 હજાર વ્યક્તિની ક્ષમતાના સાથેના બે હોલ પણ છે.

સરદાર ભવનના બેઝમેન્ટમાં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમ ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા છે. મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે. સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની 50 ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા રૂ. 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરાશે. આમ, સરદારધામ એક સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ થયું છે.

800 છોકરાઓ અને 800 છોકરીઓ માટે છાત્રાલય બનાવવામાં આવશે

વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા અમદાવાદના સરદારધામ ભવનના પ્રથમ તબક્કાનું બાંધકામ અંદાજિત 200 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. 7.19 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ અત્યાધુનિક સરદારધામ ભવનમાં 800 દીકરા-800 દીકરી માટે અલગ છાત્રાલય અને 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ લાયબ્રેરી-પુસ્તકાલય-વાંચનાલયની સુવિધા હશે., 450 બેઠકો સાથેનું સભાગૃહ, 1,000 વ્યક્તિઓની ક્ષમતાવાળા બે હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે.

આ પણ વાંચો :રાજય માં ઓકટોબર–નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ વધશે તેવી સંભાવના

જિમ અને હેલ્થ કેર યુનિટ પણ

તેમાં વિદ્યાર્થીઓ માટે જિમ અને હેલ્થ કેર યુનિટ પણ છે. સરદારધામના પ્રમુખ ગાગાજી સુતરિયાએ જણાવ્યું હતું કે, સરદારધામ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ 200 કરોડના ખર્ચે 2,500 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરદારધામ પહેલ દેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. અમે નસીબદાર છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સાથે બે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.

આ પણ વાંચો :સોલા સિવિલમાંથી ગુમ થયેલી નવજાત આખરે સાત દિવસ બાદ મળી આવી