Not Set/ ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું મોત

ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Top Stories Ahmedabad Gujarat
ઇસ્કોન બ્રિજ

અમદાવાદમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે આવામાં આજે ફરીએકવાર શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :અમદાવાદ / PM મોદી કરશે સરદારધામનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિ પૂજન

આ મામલે મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલા 20 ફૂટ દૂર ઉછળીને પડી હતી. મહિલાને ટક્કર મારીને વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક રાહદારી દ્વારા પોલીસને ફોન કરીને હિટ એન્ડ રન વિશે જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે આવી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ભરૂચ /  દહેજના અટાલી ગામની સીમમાં કેમિકલ ચોરીના કૌભાંડમાં ગેંગના એક સભ્ય સહિત 42 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.

પોલીસે હિંટ એંડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઈસ્કોન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી છે. અકસ્માત સર્જનાર કોણ છે અને મૃતક મહિલા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :સાવધાન! /  બે વર્ષનો પિયુષ રમતા-રમતા નાની ચેન, ટાંકણી અને સ્ક્રુ ગળી ગયો અને પછી…

આ પણ વાંચો :ગણેશોત્સવ /  રાજકોટમાં ગણેશ ઉત્સવનું ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કર્યુ આયોજન

આ પણ વાંચો :મોંઘવારી નો વધુ એક માર /  રાજય માં ઓકટોબર–નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ વધશે તેવી સંભાવના