અમદાવાદ/ PM મોદીની માતા હીરાબાની હાલત સ્થિર: ડોક્ટર

પીએમ મોદી પણ આજે બપોરે તેમને જોવા અમદાવાદ પહોંચશે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રશાસને હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી દીધી છે.

Top Stories Ahmedabad Gujarat
હીરાબાની તબિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાની તબિયત લથડી છે. આ પછી તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હીરાબાની હાલત જાણવા માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં હીરાબાની હાલત સ્થિર છે.

  • હીરાબાની તબિયતને લઈ વડનગર હાટકેશ્વર મંદિરમાં પૂજા
  • વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના
  • હીરાબાના દીર્ઘ આયુષ્ય માટે રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરાયો
  • હાટકેશ્વર મંદિર હીરાબાના સ્વાસ્થ્ય માટે કરી રહ્યું છે પ્રાર્થના
  • વિદ્વાન ભૂદેવો દ્વારા હીરાબાના સ્વાસ્થ્ય માટે હાટકેશ્વરને કરાઈ પ્રાર્થના
  • હીરાબા સુખરૂપ સજા થઇ ઘેર પરત ફરે તેવી પ્રાર્થના કરાઈ

 

  • યુએન મહેતા હોસ્પિમાં પીએમ મોદી
  • ડૉ. પાસેથી મેળવી રહ્યાં છે માહિતી
  • માતાના ખબર અંતર પૂછ્યા પીએમએ

 

  • પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી રવાના
  • અરપોર્ટથી યુએન મહેતા હોસ્પિટલ જશે પીએમ
  • યુએન મહેતા હોસ્પિટલમાં હિરાબા દાખલ
  • યુએન મહેતા હોસ્પિટલમાં જાણશે માતાના ખબર

હીરાબાને દાખલ કરવામાં આવતા જ પ્રધાનમંત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનુ આગમન થઈ ગયું છે. ત્યારે તેઓ અહીંથી સીધા હોસ્પિટલ જવા રવાના થશે તેવી શક્યતા છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ
  • હિરાબાના ટ્વીટ કરી પુછ્યા ખબર અંતર
  • કહ્યું માં અને દિકરાનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે
  • હિરાબાની વહેલી તબીયત સારી થઇ જાય તેવી આશા
  • મોદીજી મારો સાથ અને સહકાર આપની સાથે છે
  • હિરાબાના ટ્વીટ કરી પુછ્યા ખબર અંતર

 

  • ગાંધીનગર: PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત
  • નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા સ્વજનો પહોંચ્યા
  • ટીવીમાં સમાચાર જોતા વૃંદાવન બંગલે સ્વજનોની ભીડ
  • હીરાબાની ખબર પૂછવા સ્વજનો નિવાસસ્થાને પહોંચ્યા
  • વડનગરના સ્વજન સુરેશ મોદી ખબર કાઢવા પહોંચ્યા
  • પીએમ નરેન્દ્ર મોદી દિલ્લીથી રવાના
  • 2.27 કલાકે દિલ્લીથી અમદાવાદ આવવા રવાના
  • 3.50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોચશે
  • અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ જઇ શકે
  • હીરાબાની તબિયત સુધારા પર હોવાની જાણકારી

વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર પૂછવા માટે આવી રહ્યાં છે. અ

કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની માતા હીરાબાની તબિયત મંગળવારે ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમના પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર છે. હીરાબાને કફની ફરિયાદ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ આજે બપોરે તેમને જોવા અમદાવાદ પહોંચશે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રશાસને હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હીરાબાની તબિયતને લઈને PM નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી શકે છે. જ્યારે વડાપ્રધાન અથવા VVIP અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબેનને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબેન મોદીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.

આ પણ વાંચો: એક તરફ ભાઈનો અકસ્માત, બીજી બાજુ માતા બિમાર; પીએમ મોદીના પરિવાર પર બેવડું દુઃખ

આ પણ વાંચો:PM મોદીના માતા હીરાબાની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:અમદાવાદની આ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના,જાણો રેગિંગ વિરોધી કાયદા વિશે