ind vs aus news/ નરેન્દ્ર મોદી અમદાવાદમાં મેચ જોવા જશે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ મોકલ્યું આમંત્રણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સિરીઝને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને લઈને આ સિરીઝ ખૂબ…

Gandhinagar Top Stories Gujarat
PM Modi at Cricket Stadium

PM Modi at Cricket Stadium: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સિરીઝને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને લઈને આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન સિરીઝની ચોથી મેચને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાનારી ટેસ્ટ મેચ જોવા જશે.

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પીએમ મોદી પણ સ્ટેડિયમ પહોંચશે. આટલું જ નહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ છેલ્લી મેચના સાક્ષી બનવા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. સિરીઝની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.

આ પણ વાંચો: Weather Update/આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: ‘Shri Anna’ Yojana/‘શ્રી અન્ન’ યોજના શું છે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વાર્ષિક બજેટ કેમ કર્યો તેનો ઉલ્લેખ, જાણો..

આ પણ વાંચો: ના હોય!/અહીં દરેક લોકો પાસે છે વિમાન, નાસ્તો કરવા માટે પણ જાય છે પ્લેનમાં, જાણો ક્યાં છે આ ગામ