PM Modi-SOU/ સરદાર પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમે પુષ્પાંજલિ અર્પિત કરી

આઝાદ ભારતના ઘડવૈયા અને દેશના ટોચના આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat
Modi SOU 1 સરદાર પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમે પુષ્પાંજલિ અર્પિત કરી

નર્મદાઃ આઝાદ ભારતના ઘડવૈયા અને દેશના ટોચના આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જઈને વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. વલ્લભભાઈ પટેલનો જન્મ 1875માં 31મી ઓક્ટોબરના રોજ થયો હતો.

એક્તા પરેડ

દેશમાં દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે તેમણે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફયુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ એક્તા પરેડમાં હાજર રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાનના હસ્તે પણ ત્રણ પ્રવાસન પ્રોજેક્ટ અને ત્રણ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ પાંચ ગ્રીન ઇનિશિયેટિવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશને એક્તાના શપથ લેવડાવ્યા હતા અને સુરક્ષા દળોનું અભિવાદન સ્વીકાર્યુ હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પમને યાદ કરીએ છીએ, જેની સાથે તેમણે રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એક્તા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે અને તેમના કાર્યો બદલ સમગ્ર દેશ આજે પણ તેમનો ઋણી છે. તેમણે ખંડ-ખંડમાં વહેંચાયેલા ભારતનું રાજકીય એકીકરણ કર્યુ છે.


whatsapp ad White Font big size 2 4 સરદાર પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમે પુષ્પાંજલિ અર્પિત કરી


આ પણ વાંચોઃ National Unity Day/ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવણી કેમ કરવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ

આ પણ વાંચોઃ Kerala/ કેરળમાં બોમ્બ બ્લાસ્ટ, પ્રાર્થના સભામાં ‘સુતલી બોમ્બ’થી કરવામાં આવ્યો હતો વિસ્ફોટ!

આ પણ વાંચોઃ Diwali 2023/ દિવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે દીવા, જાણો માટીના કોડિયાનું મહત્વ