Not Set/ PM મોદી/  વિદેશયાત્રા દરમિયાન ફ્લાઇટ્સ વચ્ચે રોકાતા, હોટેલમાં નહીં પણ એરપોર્ટ લાઉન્જમાં જ રોકાય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા દરમિયાન, ફ્લાઇટ વચ્ચે રોકાય તે દરમિયાન તેમના માટે હોટેલ બુક નથી કરાવતા પરંતુ એરપોર્ટના લાઉન્જ માં જ રોકાય છે.  અગાઉ, પ્રોટોકોલ મુજબ, ટેકનીકલ હોલ્ટ દરમિયાન વડા પ્રધાનના રોકાણ માટે હોટલ બુક કરવામાં આવતી હતી. પીએમ મોદી તેમની વિદેશ યાત્રા દરમિયાન અન્ય મહાનુભાવો માટે કડક ધોરણો નક્કી કરી રહ્યા છે. […]

Top Stories India
મોદી PM મોદી/  વિદેશયાત્રા દરમિયાન ફ્લાઇટ્સ વચ્ચે રોકાતા, હોટેલમાં નહીં પણ એરપોર્ટ લાઉન્જમાં જ રોકાય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા દરમિયાન, ફ્લાઇટ વચ્ચે રોકાય તે દરમિયાન તેમના માટે હોટેલ બુક નથી કરાવતા પરંતુ એરપોર્ટના લાઉન્જ માં જ રોકાય છે.  અગાઉ, પ્રોટોકોલ મુજબ, ટેકનીકલ હોલ્ટ દરમિયાન વડા પ્રધાનના રોકાણ માટે હોટલ બુક કરવામાં આવતી હતી.

પીએમ મોદી તેમની વિદેશ યાત્રા દરમિયાન અન્ય મહાનુભાવો માટે કડક ધોરણો નક્કી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ લોકસભામાં ચર્ચા દરમિયાન આ માહિતી આપી હતી.

વિશેષ સંરક્ષણ જૂથ (એસપીજી) સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે આજદિન સુધી પીએમ મોદીએ કોઈ પણ દેશમાં ટેકનીકલ હોલ્ટ દરમિયાન પોતાના માટે હોટલ બુક કરવાની સૂચના આપી નથી. તેઓ એરપોર્ટ પર જ રોકાય છે. ત્યાં જ સ્નાન આડી પતાવે છે અને પછી અને વિમાનમાં ઇંધણ વિગેરે  ભર્યા પછી નીકળી જાય છે.

શાહે કહ્યું કે વડા પ્રધાને તેમની સાથે વિદેશ જતા સ્ટાફમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત વડા પ્રધાનના સ્ટાફ માટે અગાઉ અલગ અલગ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ પીએમ મોદીએ તેમાં ફેરફાર કર્યા છે.

શું છે ટેકનીકલ હોલ્ટ..?

લાંબા અંતરની હવાઈ મુસાફરી દરમિયાન, જ્યારે વિમાન રિફ્યુઅલિંગ અથવા ટેકનીકલ નિરીક્ષણ માટે ક્યાંક અટકે છે, ત્યારે તેને ટેકનીકલ હોલ્ટ નામ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.