Bank/ PNB બેંકના ધારકો ATM માંથી પૈસા નહીં ઉપાડી શકે, કેશ ઉપાડવાની નવી રીત

આ રીતે કેશ ઉપાડી શકાશે.. પંજાબ નેશનલ બેંક 1 ફેબ્રુઆરી એટલે કે આજથી તેના ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

Trending Business
PNB1 PNB બેંકના ધારકો ATM માંથી પૈસા નહીં ઉપાડી શકે, કેશ ઉપાડવાની નવી રીત

પંજાબ નેશનલ બેંકના ખાતા ધારકો માટે એક મહત્ત્વના સમાચાર છે. પંજાબ નેશનલ બેંક 1 ફેબ્રુઆરી એટલે કે આજથી તેના ATM માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે સમગ્ર દેશમાં વધી રહેલાં ATM ફ્રોડને રોકવા માટે આ મહત્ત્વનું પગલું ભર્યું છે. પંજાબ નેશનલ બેંકે સોશિયલ મીડિયા થકી આ વાતની જાણકારી આપી છે કે, ગ્રાહકો 1 ફેબ્રઆરીથી PNB નોન EMV ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશે નહીં.

બેંક કહી રહ્યું છે કે તેઓ પોતાના ગ્રાહકોને ATM થી થતી છેતરપિંડીથી બચાવવા માટે નોન EMV ATM મશીનોમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. એટલે એનો અર્થ એ છે કે ડિજિટલ રહેવાથી તમે સુરક્ષિત રહી શકો છો અને તમારું કામ વધુ સરળતાથી કરી શકો છો, જે તમારો ઘણો સમય પણ બચાવી શકે છે.

આવો આપને જણાવીએ શું હોય છે નોન EMV ATM : નોન EMV ATM તે હોય છે જેમાં ATM અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન દરમિયાન નથી કરવામાં આવતો. આ મશીનમાં ડેટા કાર્ડને મેગનેટિક પટ્ટી દ્વારા વાંચવામાં આવે છે. અહીં કાર્ડ અમુક સેકન્ડ માટે લોક પણ થઈ જાય છે.

OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરી: ડિસેમ્બર 2020માં બેંકે ATMમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. જેમાં OTP એટલે કે “વન ટાઈમ પાસવર્ડ” આધારિત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા અંતર્ગત ખાતાધારકોને 10,000 રૂપિયાથી વધારે કેશ ઉપાડવા માટે OTP મોકલવામાં આવે છે. OTP વગર તેઓ કેશ ઉપાડી શકતા નથી.

OTP સિસ્ટમથી આ રીતે કેશ ઉપાડી શકાય છે

  • જો તમે 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે રોકડ ઉપાડવા માગો છો તો..
  • બેંક તમરા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલે છે.
  • મોબાઈલ પર આવેલા OTPને એન્ટર કરો
  • બાદ બેંક તમને પૈસા કાઢવાની મંજૂરી આપે છે.