દેશના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનના કરડવાથી વ્યક્તિનું મોત થવાના સમાચાર વધુ જોવા મળી રહ્યાં છે. ગયા મહિને જ એક સમાચાર આવ્યા હતા કે રખડતા શ્વાને એક વ્યક્તિનો જીવ લીધો. પરંતુ અમે તમને એક એવી ધટના વિશે જણાવા જઇ રહ્યા છે જે વાંચીને તમે પણ ચોકી જશો. એક રિપોર્ટના આધારે મથુરાના રાધાપુરમાં ગોવર્ધન ચોક પર રખડતા શ્વાનને માર મારીને તેની હત્યા કરી દેવામાં અવી, આ આરોપ સર 2 લોકોની પોલીસે ઘરપકડ કરી છે.
મથુરાથી સામે આવેલી આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિ પર પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ ,1960 ની 11મી કલમ દ્વારા FIR નોંધવામાં આવી છે. ત્યાર બાદ CCTV ફુટેજ દ્વારા આ આરોપીઓની ઓળખાન કરવામાં આવી હતી. પીપોલ ઑફ ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ ઇન્ડિયા દ્વારા પોલીસને આ ભયાનક અપરાધના આરોપીઓને સખત સજા કરવા માટે IPC 1860 ની કલમ 429 જોડવાનું આહવાન કર્યુ છે.
IPCની કલમ 429 એ કડક જોગવાય છે. જો કોઇ જાનવરને અપંગ કરવા કે તેની હત્યા કરવા પર લાગે છે. PETA ઈન્ડિયા ક્રુઅલ્ટી રિસ્પોન્સ કોઓર્ડિનેટર સુનયના બસુએ કહ્યું, ‘જે લોકો પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેઓ ઘણીવાર મનુષ્યોને નુકસાન પહોંચાડે છે. તે મહત્વપૂર્ણ છે કે જાહેર સભ્યો દરેકની સલામતી માટે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાના કિસ્સાઓની જાણ કરે છે. આ દુર્વ્યવહારનો ભોગ બનતા પહેલા આ શ્વાને જે ભય અને પીડા સહન કરી તે અસહ્ય હશે.’
મથુરા પોલીસે આ કેસમાં IPCની કલમ 429 ઉમેરી
PETA ઈન્ડિયા ક્રુઅલ્ટી રિસ્પોન્સ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે, ‘અમે મથુરા પોલીસને હવે IPCની કલમ 429 ઉમેરવા વિનંતી કરીએ છીએ જેથી કરીને ગુનેગારો સામે મજબૂત કેસ કરી શકાય
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?
આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી