Not Set/ રથયાત્રામાં કેવો હશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ વિગતો જાણો એક ક્લિક પર

અમદાવાદ અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે . અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શનિવારે એટલે 14મી તારીખે નીકળશે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે શહેર પોલીસે અમદાવાદમાં ચારે બાજુ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. ભગવાન જગન્નાથની […]

Top Stories Gujarat
dsadsadsadsadsad રથયાત્રામાં કેવો હશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ વિગતો જાણો એક ક્લિક પર

અમદાવાદ

અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે . અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શનિવારે એટલે 14મી તારીખે નીકળશે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે શહેર પોલીસે અમદાવાદમાં ચારે બાજુ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 7 વાગે મંદીરથી નિકળી રાત્રે 8.30 વાગે નિજધામે પરત ફરશે. લાખો ભકતો શ્રદ્ધા સાથે રથયાત્રામાં જોડાશે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સઘન રાખવા માટે સૌપ્રથમવાર 25 હજાર પોલીસને ખડકી દેવામાં આવ્યાં છે. આ વખતે ઇઝપાયેલના ખાસ બલુનને 1500 ફુટની ઉંચાઇ પરથી 6 કી.મી નીચેના દ્રશ્યો લેવામા આવશે. સંવેદનશીલ વિસ્તારમાં 25 પેરામિલેટ્રી ફોર્સને ખડકી દેવામા આવી છે.

રથયાત્રાના બંદોબસ્તની સંપૂર્ણ વિગત જાણવા માટે અહી ક્લિક કરો…>  RATHYATRA 2018

અત્યાર સુધીની રથયાત્રામાં આટલો મોટો પોલીસ કાફલો પહેલી વખત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત એએમસી સીસીટીવી દ્વારા પણ રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખી રહી છે.

રથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટીક એમ બે ભાગમાં વહેચી છે.

12 સેકટર, 26 રેન્જ ,54 એરિયા ,136 સબએરિયા,

પોલીસ કમિશનર 1, સ્પેસ્યલ પોલીસ કમિશનર 3

આઇજી-ડીઆઇજી 5, એસપી 31,એસીપી 88

પી.આઇ 253, પીએસઆઇ 819, પોલીસકર્મીઓ 14270

એસઆરપીની 22 કંપની, પેરામિલેટ્રી ફોર્સ 25

ચેતક કમાન્ડો 1 ટીમ, હોમગાર્ડ 5400, બીડીએસ 10

ડોગસ્કોવોર્ડની ટીમો તેમજ એટીએસ,ક્રાઇમબ્રાચ સહિત 20225 પોલીસ હાજર રહશે.

આ ઉપરાંત 14 હજાર જેટલા હિસ્ટ્રીશીટરો વિરુધ્ધ અટકાયતી પગલા લેવામા આવ્યા છે.