મારી નાખવાની ધમકી/ પોલીસમાં અમારા જાસૂસ છે, IPS શ્વેતા પણ કંઈ નહીં કરી શકે, ગૌતમ ગંભીર ફરી મળી ધમકી

જે ઈ-મેલ આઈડી પરથી મેસેજ આવ્યો છે તે isskashmir@yahoo.com છે. તેમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને IPS શ્વેતા પણ કંઈ બગાડી શકે નહીં.

Top Stories Sports
ગૌતમ ગંભીર

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 28 નવેમ્બરની રાત્રે ગૌતમ ગંભીરને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં લાગેલી પોલીસ પણ કંઈ કરી શકતી નથી.

આ પણ વાંચો :તાજમહેલની ટિકિટ બારી આજથી પ્રવાસીઓ માટે ખુલી…

જે ઈ-મેલ આઈડી પરથી મેસેજ આવ્યો છે તે isskashmir@yahoo.com છે. તેમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને IPS શ્વેતા પણ કંઈ બગાડી શકે નહીં. પોલીસની અંદર અમારા જાસૂસો હાજર છે, જે તમારા વિશે તમામ માહિતી આપી રહ્યા છે.

a 352 પોલીસમાં અમારા જાસૂસ છે, IPS શ્વેતા પણ કંઈ નહીં કરી શકે, ગૌતમ ગંભીર ફરી મળી ધમકી

ઈ-મેલમાં ઉલ્લેખિત IPS શ્વેતા મધ્ય જિલ્લા વિસ્તારના DCP છે. જણાવી દઈએ કે ગૌતમ ગંભીરને તાજેતરના દિવસોમાં બે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે, જે ISIS કાશ્મીર દ્વારા મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી 11 વાગે કરશે મન કી બાત, જાણો કયા મુદ્દા પર હશે આજનો કાર્યકર્મ

આ પછી ગૌતમ ગંભીર ના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સાયબર સેલ ગૌતમ ગંભીરને અગાઉ આવેલા ઈ-મેલની તપાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઈમેલ પાકિસ્તાનના કરાચીથી કરવામાં આવ્યા હતા.

આપને  જણાવી દઈએ કે, 20 નવેમ્બરે બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના મોટા ભાઈ હોવાના નિવેદન પર હુમલો કર્યો હતો. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પાકિસ્તાની અધિકારી ઈમરાન ખાન વતી તેમનું સ્વાગત કરતા જોવા મળે છે અને તે કહેતા સંભળાય છે કે ખાન તેમના ‘મોટા ભાઈ’ જેવા છે અને તેઓ તેમને ખૂબ પ્રેમ કરે છે.

આ પણ વાંચો :દાઉદની સાંઠગાંઠથી આતંકવાદીઓના હાથમાં લાગી શકે છે પાક.ના પરમાણુ-હથિયારો

ગંભીરે એમ પણ કહ્યું કે જો તેના બાળકો સેનામાં હોત તો શું તે કરતારપુર સાહિબમાં ઈમરાન ખાનને તેનો મોટો ભાઈ કહેશે. ગંભીરે કહ્યું કે સિદ્ધુ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં 40 નાગરિકો અને સૈનિકોની હત્યા પર ટિપ્પણી કરતા નથી અને જેઓ ભારતની સુરક્ષા કરવા માંગે છે તેમની વિરુદ્ધ જાય છે.

આ પણ વાંચો :દાઉદની સાંઠગાંઠથી આતંકવાદીઓના હાથમાં લાગી શકે છે પાક.ના પરમાણુ-હથિયારો

આ પણ વાંચો :બ્રિટન બાદ કયા દેશોમાં કોરોના વેરિઅન્ટ ઓમીક્રોનના કેસ મળી આવ્યા જાણો…