રાજકોટ/ બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો

પોલીસે સૌપ્રથમ દેવીપૂજક પરિવારને સમજાવવા જતા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો હતો. ટોળાએ  પાઇપ- ધોકા વડે હુમલો કરતા PSIના હાથના ભાગે ફેક્ચર જેવી ઇજા પણ થઇ છે.

Gujarat Rajkot
Untitled 332 બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો

રાજકોટમાં આવેલા બેડલા ગામે બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ઉપર સ્થાનિક લોકોના હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે.  જેમાં બેડલા ગામના 15 થી 20 જેટલા મહિલા અને પુરૂષના ટોળાએ પોલીસેને ઘેરી પથ્થરમારો કર્યો હતો. જોકે આટલાથી જ ન અટકતા સ્થાનિકોએ પોલીસ ઓફિસરની રિવોલ્વર પણ ઝુંટવી લીધી હતી.

આ પણ વાંચો :મુંબઈની ભાયખલા જેલમાં થયો કોરોના વિસ્ફોટ, 6 બાળકો સહિત 39 લોકો સંક્રમિત

પોલીસની ટીમ અને બુટલેગરના લોકો સામસામે આવી જતા પોલીસ વિભાગના બે કોન્સટેબલને ઇજા પહોંચી હતી. જેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે સમગ્ર મામલે વધારે ઉગ્ર બનતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ જોડાઇ હતી. અને બેડલા ગામની આજુબાજુના વિસ્તારોમાં ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જોકે સમગ્ર ઘટના છે કે, બેડલા ગામે દારૂના ગુનામાં બુટલેગરને પકડવા માટે ભાડલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ, કોન્ટેબલ અને બે પોલીસ કર્મચારી ગયા હતા. બુટલેગરને પકડવા મુદ્દે દેવીપૂજક પરિવારના સભ્યોએ પોલીસ ઓફિસરો સામે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. જેથી એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વી.સી.પરમાર, હેડ કોન્સ્ટેબલ સહિતના ઓફિસરો ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો :રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

પોલીસે સૌપ્રથમ દેવીપૂજક પરિવારને સમજાવવા જતા ટોળાએ પોલીસની ગાડી પર પથ્થર મારો કર્યો હતો. ટોળાએ  પાઇપ- ધોકા વડે હુમલો કરતા PSIના હાથના ભાગે ફેક્ચર જેવી ઇજા પણ થઇ છે. ટોળાના ત્રણ સભ્યોએ ફોજદારને કમરમાંથી રિવોલ્વર કાઢી નાશી છૂટ્યા હતા. મામલો વધારે ઉગ્ર બનતા એસ.ઓ.જી, ક્રાઇમ બ્રાંચ, એરપોર્ટ પોલીસ, કુવાડવા પોલીસે ઘટના સ્થળે દોડી હતી. અને રિવોલ્વર લઈને નાશી છૂટેલા આરોપીની ટોળકી ઝડપી પાડવા માટે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો :કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો