Not Set/ બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો

12.31 લાખનાં વિશ્વાસઘાત અને બોગસ બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Surat
1 42 બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

12.31 લાખનાં વિશ્વાસઘાત અને બોગસ બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી બચવા માટે નાસ્તા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, વિશ્વાસઘાત અને બોગસ બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલો ઇસમ કતારગામ વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીનાં આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી કતારગામ બાપા સીતારામ ચોક પાસેથી આરોપી પરેશભાઈ જયંતીભાઈ માલવિયાને ઝડપી પાડ્યો હતો.

1 43 બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો

નિયમનો કર્યો ભંગ: દારૂનો વેપલો કરતા યુવકનો જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

12.31 લાખની આચરી હતી ઠગાઈ

પોલીસે તેની કડક પૂછપરછ કરતા આરોપી પોતે મેસર્સ બાલાજી એન્ટર પ્રાઈઝીસ તથા નેહુલ ટેલર દર્શ એક્સપોર્ટ તથા દેવાંગ પારેખ સુભમ ટ્રેડર્સ નામની કંપનીઓ ધરાવી વહીવટ કરતા તરીકે વિશાલ સોનાવાલા તથા ચંદ્રકાંત જાદવને રાખી કોસ્ટીક સોડા તથા સાયટ્રીક એસીડનો વેપાર ધંધો કરતા આવેલ છે. તેઓની ઓફીસ ઓલ્ડ શાલુ ડાઈંગ મિલ પાસે આવેલી છે. ત્યાંથી ગત તારીખ 25-01-2019 થી 20-03-2019 નાં સમયગાળા દરમ્યાન શ્રી શ્યામ રોડ કેરિયર તથા કે.એલ. ટ્રાન્સપોર્ટ માધ્યમથી ગુજરાત તેમજ ભારતમાં અલગ અલગ જગ્યાએ કંપનીના નામે કોસ્ટિક સોડા તથા સાયટ્રીક એસીડ મોકલી ટ્રાન્સપોર્ટના કુલ 12.31 લાખ નહિ ચૂકવતા ટ્રાન્સપોર્ટનાં માલિક પ્રવીણ શર્મા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી તે ગુન્હામાં પોતાની ધરપકડ ટાળવા આરોપી નાસ્તો ફરતો હતો.

1 44 બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો

અગ્નિસ્નાન: મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

બોગસ બિલીંગ કૌભાંડમાં પણ આરોપી સંડોવાયેલો હતો

આ ઉપરાંત આરોપી કંપનીનાં નામે બોગસ બીલો બનાવી વેપાર ધંધો કરતો હતો. તે સમયમાં તેઓની વિરુદ્ધ જી.એસ.ટી.ડીપાર્ટમેન્ટમાં ઇન્ક્વાયરી દાખલ થઇ હતી અને આ બંને ગુનામાં તે નાસતો ફરતો હતો. જો કે હાલ ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

sago str 29 બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો