Vadodara/ પોલીસે પકડ્યું બાઇક ચોરીનું મોટું કૌભાંડ, સાથે હાથ લાગ્યું દારૂની હેરાફેરીનું કૌભાંડ પણ

બુટલેગરો એટલે બુટલેગરો અને એને પણ ટક્કર મારે તેવી આપણી પોલીસ….વાતનો સંદર્ભ સાધવામાં આવે તો આપણે જાણીએ જ છીએ કે બુટલેગરો અને દારુનો વેપલો કરતા લોકો ગુજરાતમાં દારુ ઘૂસાડવા

Gujarat Vadodara
bike daru પોલીસે પકડ્યું બાઇક ચોરીનું મોટું કૌભાંડ, સાથે હાથ લાગ્યું દારૂની હેરાફેરીનું કૌભાંડ પણ

બુટલેગરો એટલે બુટલેગરો અને એને પણ ટક્કર મારે તેવી આપણી પોલીસ….વાતનો સંદર્ભ સાધવામાં આવે તો આપણે જાણીએ જ છીએ કે બુટલેગરો અને દારુનો વેપલો કરતા લોકો ગુજરાતમાં દારુ ઘૂસાડવા અને એ દારુને કટ્ટીંગ કરવા કે સપ્લાય કરવા માટે કેવા કેવા નવા નવા રસ્તા શોઘી લાવે છે. બુટલેગરો રોજ બરોજ કોઇ નવી જ રીતે ગુજરાતની હદમાં દારુનો વેપલો કરે છે અને તો પણ પોલીસ તે ઝડપી પાડે છે, છતા નથી આ બુટલેગરો થાકતા કે ન તો પોલીસ પકડવામાં થાપ ખાતી. ફરી આવુ જ એક દારુનાં વેપલાનું જબરદસ્ત નેટર્વક વડોદરા પોલીસે ઉજાગર કર્યું છે.

Motorcycle Theft - There for the taking | Visordown

વાત જાણે એમ છે કે, વડોદરા પોલીસે બાઇક ચોરીનું મોટું કૌભાંડ પકડ્યું. શહેરનાં જોઇન્ટ સીપી ચિરાગ કોરડીયા દ્વારા આ કૌભાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, ચોરીની બાઇકો દ્વારા દારૂની હેરાફેરીનું કૌભાંડ પણ સાથે સાથે ઝડપાયુ છે અને 1 + 1 ફ્રી ની વડોદરા પોલીસને ડિસેમ્બરમાં જ ગીફટ મળી છે. પોલીસ દ્વારા ચોરીની 31 બાઇકો જપ્ત કરવામાં આવી. વડોદરા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, વડોદરા શહેરમાંથી બાઇક ચોરી કરી ટોળકી છોટાઉદેપુરમાં આ બાઇક વેચાતી હતી.

IMFL and Desi Daru: How different are they? : Satya's Weblog

એક્યુલમાં ચોરીની બાઇકો ચોર ટોળકી બુટલેગરોને પધરાવાતી હતી અને બુટલેગરો મધ્યપ્રદેશ સરહદે દારૂની હેરાફેરી માટે આ ચોરાઉ બાઇકોનો ઉપયોગ કરાતો હતા. વડોદરાની મકરપુરા પોલીસ દ્વારા કુલ 32 ગુનાઓનો ભેદ ઉકેવામાં આવ્યો છે. બાઇકચોર ગેંગનાં 5 સભ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ટોળકી સામે વાહન ચોરીનાં 25 અને દારૂનાં 7 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તે તમામ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…