Sensex/ શેરબજાર રેકોર્ડ બ્રેક સ્તર પર, એક દિવસમાં કરી આટલી કમાણી

કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ શેર બજારમાં પ્રગતિ જોવા મળી રહી છે. ભારતીય બજારની સોમવારની તેજીના કારણે રોકારણકારોને એક દિવસમાં 1.84 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો છે.

Top Stories Business
a

કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ શેર બજારમાં પ્રગતિ જોવા મળી રહી છે. ભારતીય બજારની સોમવારની તેજીના કારણે રોકારણકારોને એક દિવસમાં 1.84 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો છે. શુક્રવારે ક્રિસમસના દિવસે બજાર બંધ થયું હતું. આ પહેલા ગુરુવારે દિવસભરના કારોબારમાં બીએસસીનો કુલ માર્કેટ કેપ 1,85,18,138.31 કરોડ રૂપિયા હતો, જે સોમવારે વધી અને 1,87,02,164.65 પર પહોંચ્યો હતો. આ રીતે રોકાણકારોને એક જ દિવસમાં 1,84,026.34 કરોડ રૂપિયાનો લાભ થયો છે.

Share Market Update: Sensex ends 1,265 points higher, Nifty at 9,111; auto  stocks top gainers

Political / પત્નીને EDનું સમન્સ મળતાં સંજય રાઉતે ભડક્યા, કહ્યું “મ…

ઘણા સમયે બાદ અર્થતંત્ર બેઠું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, દેશમાં શેર બજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી હતી. સપ્તાહના પહેલા દિવસે બજાર રેકોર્ડ સ્તર પર બંધ થયું હતું. સોમવારે મેટલ અને ફાયનાન્શિયલ સ્ટોક્સમાં સપોર્ટના કારણે નિફ્ટી 13,850 અંકથી ઉપર બંધ થયો. દિવસભરના કારોબાર પછી 30 શેરવાળો બેંચમાર્ક ઈંડેક્સ સેંસેક્સ 380 અંક એટલે કે 0.81 ટકા વધી 47, 353.75 અંક પર બંધ થયો હતો. નિફ્ટ પણ 13,873.20 પર બંધ થયો હતો.

MARKET WRAP: Nifty ends May F&O expiry above 10,700, Sensex gains 416 pts |  Business Standard News

Farmer protest / કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 30મી એ થશે વાટાઘાટ ,આગેવાનો ટ્રેકટર…

ભારતીય બજાર ઉપરાંત નિફ્ટી પર આજે ટાટા મોટર્સ, જેએસડબલ્યૂ સ્ટીલ, એચડીએફસી લાઈફ, ટાઈટન અને એસબીઆઈ લાઈફ ઈંસ્યોરન્સના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. જ્યારે સન ફાર્મા, એચયૂએલ, શ્રી સીમેંટ, બ્રિટાનિયા અને સિપ્લાના શેર લાલ નિશાન પર જોવા મળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…