Not Set/ અમદાવાદના બિલ્ડર નવાબ ખાનના ઘરે પોલીસના દરોડા, જુગારી શકુનિઓ પકડાયા

અમદાવાદ. અમદાવાદના બિલ્ડર નવાબ ખાનના દાણીલીમડા સ્થિત બંગલે રવિવારે અચાનક પોલીસ ત્રાટકી ગઈ હતી. જયારે વાત કરવામાં આવે તો ઘટના સ્થળેથી પોલિસે નવાબ ખાનના પુત્રને જુગાર રમતો ઝડપી પડ્યો હતો. નવાબ ખાનના પુત્ર સાથે પાંચ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી આવી હતી કે નવાબ ખાનના દાણીલીમડા સ્થિત બંગલે જુગાર રમવામાં આવી […]

Ahmedabad Gujarat
gambelers arrested in navab khans house ahmedabad અમદાવાદના બિલ્ડર નવાબ ખાનના ઘરે પોલીસના દરોડા, જુગારી શકુનિઓ પકડાયા

અમદાવાદ.

અમદાવાદના બિલ્ડર નવાબ ખાનના દાણીલીમડા સ્થિત બંગલે રવિવારે અચાનક પોલીસ ત્રાટકી ગઈ હતી. જયારે વાત કરવામાં આવે તો ઘટના સ્થળેથી પોલિસે નવાબ ખાનના પુત્રને જુગાર રમતો ઝડપી પડ્યો હતો. નવાબ ખાનના પુત્ર સાથે પાંચ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

પોલીસને માહિતી મળી આવી હતી કે નવાબ ખાનના દાણીલીમડા સ્થિત બંગલે જુગાર રમવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ અચાનક મોદી રાત્રે નવાબ ખાનના બંગલે ત્રાટકી આવી હતી. ઘટનાસ્થળેથી પોલીસે અન્ય પાંચ જુગારીઓની પણ અટકાયત કરી છે.

આપણે જણાવી દઈએ કે આ જુગારીઓ સાથે પોલીસે નવાબ ખાનના બંગલેથી સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર માલ જપ્ત કરી જુગારીઓને પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા.
આ ઘટના અંગે પોલીસે માટે અન્ય તપાસ હાથ ધરી છે.