Not Set/ રાજનીતિ/ રાહુલ ગાંધીએ મોદી સરકારને કર્યો સવાલ, આર્થિક સંકટને પહોચી વળવા છે કોઇ યોજના..?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આર્થિક સંકટને કારણે દેશની અને ખાસ કરીને ગ્રામીણ ભારતની હાલત ઘણી ખરાબ થઇ છે, પરંતુ સરકાર પાસે આ સંકટને પહોંચી વળવાની કોઈ યોજના નથી. દેશમાં આર્થિક મંદી માટે રાહુલ ગાંધી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટ્વિટ […]

Top Stories India
rahul gandhi17oct19 રાજનીતિ/ રાહુલ ગાંધીએ મોદી સરકારને કર્યો સવાલ, આર્થિક સંકટને પહોચી વળવા છે કોઇ યોજના..?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આર્થિક સંકટને કારણે દેશની અને ખાસ કરીને ગ્રામીણ ભારતની હાલત ઘણી ખરાબ થઇ છે, પરંતુ સરકાર પાસે આ સંકટને પહોંચી વળવાની કોઈ યોજના નથી.

દેશમાં આર્થિક મંદી માટે રાહુલ ગાંધી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ટ્વિટ કર્યું હતું કે, ગ્રામીણ ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને તેને કેવી રીતે પહોચી વળવુ જેનો સરકાર પાસે કોઈ રસ્તો નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે, આર્થિક મંદીથી બહાર નિકળવા માટેની મોદી સરકાર પાસે કોઇ યોજના નથી એટલે જ તેણે કોંગ્રેસનો સહારો લેવો જોઇએ. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન અને નાણાં મંત્રીએ મંદીથી બહાર નિકળવા માટે કોંગ્રેસનાં ઘોષણા પત્રની મદદ લેવી જોઇએ, જેમા સ્થિતિનું પૂર્વાનુમાન લગાવીને તેનીથી બહાર આવવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે.”

આ સાથે, તેમણે એક સમાચાર પણ પોસ્ટ કર્યા છે જેમાં કહ્યું છે કે ગ્રામીણ વપરાશ સામાન્ય રીતે શહેરી વપરાશ કરતા ઝડપથી વધે છે પરંતુ આ ત્રિમાસિકનું વલણ તેનાથી બિલકુલ વિરુદ્ધ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રામીણ વપરાશ સાત વર્ષમાં સૌથી ઓછો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.