પ્રહાર/ મુગલ ગાર્ડનનું નામ બદલવા પર શરૂ થઈ રાજનીતિ, કોંગ્રેસે કહ્યું- પાડોશીઓ બાળકનું નામ નથી રાખતા…

ષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું છે. મોદી સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે, હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે

Top Stories India
Mughal Garden

Mughal Garden: રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું છે. મોદી સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. હવે આ મામલે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે હવે આ મામલે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, “શહેરો અને રસ્તાઓના નામ બદલવાની ભાજપ સરકારની આદત છે. હવે ગાર્ડનનું નામ પણ બદલાઈ ગયુ છે.”

મોદી સરકાર પર પ્રહાર કરતા રાશિદ અલ્વીએ કહ્યું કે, (Mughal Garden)તમારુ ગાર્ડન બનાવો, અને તેને નામ આપો. નામ બદલવાની પ્રથા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, “નવી સરકાર આવશે તે પણ નામ બદલશે, પછી  કોઈ સરકાર આવશે અને તે પણ નામ બદલશે. સરકારે પોતાનું કામ કરવું જોઇએ, વિકાસ કરવો જોઇએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “હું આની નિંદા કરું છું. તેમને બનેલી વસ્તુનું નામ બદલવાનો અધિકાર નથી. પાડોશીઓ તેમના બાળકોના નામ નથી રાખતા. આને વિકાસ ન કહી શકાય. અંગ્રેજોએ આપેલું નામ બદલવું એ ઇતિહાસ નથી. સરકાર હવે બુદ્ધિહીન લોકોના હાથમાં આવી ગઈ છે.”

મૌલવી સાજિદ રાશિદે પણ મુગલ ગાર્ડનનું નામ બદલવાનો વિરોધ કર્યો છે. મૌલવી સાજિદ રશીદે મુગલ ગાર્ડનનું નામ બદલવાને હિન્દુઓને ખુશ કરવાનો નિર્ણય ગણાવ્યો હતો. મૌલવી સાજિદ રશીદે કહ્યું, “હિંદુઓને ખુશ કરવા માટે મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું હતું. હું માનું છું કે જો આ સરકારે તેનું નામ બદલવું જ હતું, તો તેણે ખોટા વચનો ન આપ્યાં હોત, જો આમ જ ચાલતું રહે તો મોદીને મહાત્મા ગાંધી બનાવી દેવામાં આવશે. કેટલાક જૂથ મોદીને રાષ્ટ્રપતિ માનવાનું શરૂ કરશે. આ નામ બદલવાથી આંતરિક યુદ્ધ શરૂ થશે.” ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘણા મુઘલ શાસકોના નામ પર બનેલા રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી જનતા માટે ખુલ્લું રહેશે. આ પછી આ બગીચો 28 માર્ચે ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગો માટે ખોલવામાં આવશે. આ પછી, 30 માર્ચે, પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારોને બગીચામાં પ્રવેશ મળશે. આ દરમિયાન મુલાકાતીઓ અહીં હાજર સુંદર ફૂલોનો આનંદ માણી શકશે.