સુરત/ સવાણી પરિવાર પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરાવશે લગ્ન

સુરતમાં PP સવાણી ગ્રુપ દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 300થી વધુ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નનું આયોજન 4 અને 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Surat
સવાણી ગ્રુપ સવાણી પરિવારને પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરશે કન્યાદાન

સુરતમાં PP સવાણી ગ્રુપ દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 300થી વધુ દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નનું આયોજન 4 અને 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. શહેરના રિયલ્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમોટર મહેશ સવાણી અને તેમનો પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે. અત્યાર સુધીમાં તેણે 4,446 નિરાધાર છોકરીઓના લગ્ન કરાવ્યા છે.

આ વર્ષે સમૂહ લગ્નમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  મહેશ સવાણીએ કહ્યું કે જે પણ તેમની પાસે મદદ માટે આવે છે, તેઓ તેને ના પાડતા નથી. માતા-પિતાની છાયામાં છોકરીઓના લગ્ન થયા બાદ તેમને મદદ માટે અલગ-અલગ રાજ્યોમાંથી ફોન આવવા લાગ્યા. જે બાદ તેણે અન્ય રાજ્યોની દીકરીઓને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે દીકરીઓનું દાન એ સૌથી મોટું દાન છે. તેનાથી તેમના મનને શાંતિ મળે છે.

સવાણી પરિવારને પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરશે કન્યાદાન

અલગ-અલગ ધર્મની દીકરીઓના લગ્ન અલગ ધાર્મિક વિધિ પ્રમાણે યોજાશે. 
હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓ આવતી કાલે સવાણી પરિવાર દ્વારા યોજનારા લગ્નમાં જોડાશે જ્યાં તમામ ધર્મની દીકરીઓનું તેમના ધર્મની વિધિ અનુસાર લગ્ન યોજાશે. કોવિડ પછીની સ્થિતિને કારણે લગ્ન સમારોહ મર્યાદિત મહેમાનોની હાજરીમાં 2 દિવસ અને સવાર-સાંજ એમ 4 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.​ આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. 

આવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. લગ્ન સમારોહમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 4,446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતો સુરતનો પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ 3,000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યો છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે.

સવાણી પરિવારને પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરશે કન્યાદાન

કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવવામાં આવી છે.  એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજસ્વી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવીડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર આયોજન સવાણી પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સ્નેહીજનો ઉપાડતા હોય છે.

શેરબજાર / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 764 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ફરી 17200 ની નીચે ગબડ્યો

હિન્દુ ધર્મ / લગ્ન દરમિયાન વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો શું છે આ પરંપરાનું કારણ

આસ્થા / આપણે પાછલા જન્મની વાતો કેમ ભૂલી જઈએ છીએ… આ છે કારણો છે

વાસ્તુ ટિપ્સઃ /  ઘરમાં લક્ષ્મી નથી ટકતી કે પછી પ્રગતિમાં મુશ્કેલી આવે છે, તો ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ